રાજકોટ
News of Wednesday, 10th February 2021

જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકો માટે ૧૨,૨૧,૮૧૯ મતદારો કરશે મતદાન

રાજકોટઃ તા.૧૦, આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચુંટણી અન્વયે રાજકોટ જિલ્લા પંચાયતની ચુંટણીમાં કુલ ૩૬ બેઠકો માટે જિલ્લાના કુલ ૧૨,૨૧,૮૧૯ મતદારો મતદાન કરશે.  આ ૩૬ બેઠકો પૈકી અનુસુચીત જાતીની ચાર, અનુસુચીત જનજાતીની એક તથા સામાજીક શૈક્ષણીક પછાત વર્ગની ચાર બેઠકો અનામત જાહેર થયેલ છે. આ ઉપરાંત કુલ ૩૬ બેઠકો પૈકી ૧૮ બેઠકો મહિલાઓ માટે અનામત છે.

(11:42 am IST)