રાજકોટ
News of Saturday, 10th February 2018

શિતલ પાર્કના ખુણેથી ગાંધીગ્રામ પોલીસે રિક્ષામાં ૯૬ બોટલ દારૂ સાથે પાંચને પકડ્યા

ઉસ્માન ઉર્ફ ગની અને પ્રતિક ઉર્ફ ભુરાએ રિક્ષામાં મુસાફરો ભર્યા છે એવું દેખાડવા ત્રણ સાગ્રીતોને પાછળ બેસાડ્યા'તા

રાજકોટ તા. ૧૦: ગાંધીગ્રામ પોલીસે શિતલ પાર્કથી જામનગર રોડ પર જવાના એરપોર્ટની દિવાલવાળા રસ્તે આવેલા મેલડી માતાજીના મંદિર નજીકથી રાત્રે રિક્ષામાં ૯૬ બોટલ દારૂ સાથે નીકળેલા પાંચ શખ્સોને પકડી લીધા છે.

 

પી.આઇ. એચ.આર. ભાટુની રાહબરીમાં પી.એસ.આઇ. રાજદિપસિંહ જે. જાડેજા, હેડકોન્સ. પ્રવિણભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, યુરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ પટેલ પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી પરથી વોચ રાખી જીજે૩એઝેડ-૪૨૬૬ નંબરની રિક્ષાને આંતરી તલાશી લેવામાં આવતાં પાછલી સીટના પાછળના ભાગે છુપાવાયેલો ૯૬ બોટલ દારૂ મળતાં પાંચ્ની ધરપકડ કરાઇ હતી. પકડાયેલાઓમાં ઉસ્માન ઉર્ફ ગની ઇબ્રાહીમભાઇ જુણેજા (સંધી) (ઉ.૨૬-રહે. જંગલેશ્વર-૧), પ્રતિક ઉર્ફ ભુરો રાજેશભાઇ ચોૈહાણ (રજપૂત) (ઉ.૨૫-રહે. વિજય પ્લોટ-૧૧/૨૬), જસ્મીન પ્રકાશભાઇ રાઠોડ (રજપૂત) (ઉ.૨૭-રહે. સહકાર સોસાયટી-૧), હુશેન યુસુફખાન પઠાણ (સિપાહી) (ઉ.૨૪-રહે. ભરતવન સોસાયટી-૨) અને મોન્ટુ ચંદુભાઇ રાઠોડ (રજપૂત) (ઉ.૨૭-રહે. અમીન માર્ગ પટેલ ભેળ પાસે, અવધ કોમ્પલેક્ષના પાર્કિંગની ઓરડીમાં) સામેલ છે. ઉસ્માન અને પ્રતિક રિક્ષામાં દારૂની હેરાફેરી કરતાં હતાં.

પોલીસ જૂએ તો પાછળ મુસાફર ભરેલા છે તેવું લાગે અને રિક્ષા રોકે નહિ એ માટે આ બંનેએ ત્રણ સાગ્રીતોને પાછળ મુસાફર તરીકે બેસાડ્યા હતાં. પોલીસે દારૂ-રિક્ષા મળી રૂ. ૧,૫૨,૫૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે. પી.આઇ. ભાટુ, પી.એસ.આઇ. રાજદિપસિંહ જાડેજા, પ્રવિણભાઇ સહિતની ટીમ અને પકડાયેલા પાંચેય શખ્સો જોઇ શકાય છે.

(3:01 pm IST)