ચુનારાવાડમાંથી ૩ વર્ષની દિવ્યા ગૂમઃ થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો
આદિવાસી દંપતિ આકુળ-વ્યાકુળઃ આ દિકરી કોઇને જોવા મળે તો પોલીસનો સંપર્ક કરવો
રાજકોટ તા. ૧૦: ભાવનગર રોડ પર ચુનારાવાડ ચોક વોંકળા પાસે આર.એમ.સી.ની નવી વોર્ડ ઓફિસનું બાંધકામ ચાલતું હોઇ આ સાઇટ પર મજૂરી કરવા આવેલા મુળ મધ્યપ્રદેશ જાંબુવાના કલ્યાણપુરાના મસુરીયા ગામના અને હાલ જલજીત હોલ પાસે ગીતાંજલી સોસાયટીમાં સાઇટ પર રહેતાં દિનેશ બાદુભાઇ ભાભોર (ઉ.૨૭)ની ૩ વર્ષની દિકરી દિવ્યા ગઇકાલે બપોરે પોણા બારથી બાર વચ્ચે ચુનારાવાડ વોંકળા પાસે રમતી-રમતી ગૂમ થઇ જતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવતાં પી.આઇ .એન. એન. ચુડાસમાએ સગીર ગૂમ થવાના કિસ્સામાં તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગૂમ થઇ ત્યારે દિવ્યાએ પીળા કલરનું ફ્રોક અને બ્લુ કલરની કેપ્રી પહેરી હતી. વાને ઘઉં વર્ણી છે અને માથાના વાળ ટૂંકા છે. તસ્વીરમાં દેખાતી આ બાળકી કોઇને જોવા મળે તો થોરાળા પોલીસને ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૨ ઉપર અથવા મોબાઇલ નં. ૯૭૨૩૯ ૧૮૭૪૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.