રાજકોટ
News of Friday, 9th February 2018

રાજકોટમાં વ્યાજખોરોનો આતંક યથાવત ;પેલેસરોડ પર યુવકને માર મારી ચાર વ્યાજખોરોએ કર્યું અપહરણ :પોલીસવાન પહોંચતા વ્યાજખોરો ફરાર ;પોલીસે મારામારી અને અપહરણનો ગુન્હો નોંધ્યો

રાજકોટ ;રાજકોટમાં જાણે વ્યાજખોરોનો આતંક યથાવત રહયો હોય તેમ વધુ એક વ્યાજખોર નો આતંક બહાર આવ્યો છે શહેરના પેલેસ રોડ પર પૈસાની ઉઘરાણી મામલે વ્યાજખોરોએ યુવકને માર મારી કર્યું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે ચાર જેટલા વ્યાજખોરો દ્વારા યુવકનું અપહરણ કરાયું હતું દરમિયાન યુવક દ્વારા પરિવારજન ને જાણ કરાતા પોલીસ ની ૧૦૦ નંબરની વાન પહોંચતા વ્યાજખોરો નાશી છૂટયા હતા ,૩૦,૦૦૦ રૂપિયાની ઉઘરાણી મામલે યુવકની ધોલાઈ કરાઈ હતી બાદમાં અપહરણકારોની ચુંગાલમાંથી છૂટી યુવક પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યો હતો પોલીસે મારામારી તેમજ પહરણનો ગુન્હો નોંધ્યો છે

(1:27 am IST)