રાજકોટ
News of Friday, 9th February 2018

લોધિકા:છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય અેલ.સી.બી.

રાજકોટ :લોધીકા પોલીસમાં નોંધાયેલ ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દબોચી લીધો છે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકરી અંતરિપ સૂદની સુચના મુજબ નાસતા ફરતા આરોપી પકડી પાડવાની ડ્રાઇવ સંદર્ભે એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ.જે.અેમ.ચાવડાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના હે.કો.કરશનભાઈ કલોતરા તથા બ્રિજરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. મયુરસિંહ જાડેજા, રાયધનભાઇ ડાંગર લોધિકા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હે.કો. બ્રિજરાજસિંહ જાડેજા ને મળેલ હકિકત આધારે લોધિકા પો.સ્ટે. .ગૂ..નં. ૩૧/૧૦ આઇપીસી .363,366 નો કામે છેલ્લા આઠ વર્ષ થી નાસતો ફરતો આરોપી બલજીત શ્રીમુનીરકા પાલ રહે. ભુલોલી (બિહાર) વાળાને રાવકી પાસેથી પકડી પાડી લોધિકા પો.સ્ટે. સોપી આપેલ છે.

(11:04 pm IST)