રાજકોટ
News of Friday, 9th February 2018

રૈયાધારમાં રવિ ભીલની પથ્‍થરની માથુ છુંદી હત્‍યાઃ ચારેકની પુછપરછ

રાજકોટઃ શહેરમાં આજે એક જ દિવસમાં હત્‍યાનો બીજો બનાવ બન્‍યો છે. સાંજે રૈયાધારમાં રવિ ભીલ નામના યુવાનને કોઇ કારણસર માથા ઉપર પથ્‍થર ઝીંંકી પતાવી દેવાનો બનાવ બન્‍યો છે. યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એમ.ડી.ચંદ્રવાડીયા સહીતના સ્‍ટાફે ૪ થી પ શખ્‍સોને ઉઠાવી લઇ પુછપરછ હાથ ધરી છે.

દારૂના ડખ્‍ખાને કારણે આ હત્‍યા થયાનું ચર્ચાઇ રહયું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

 

(10:26 pm IST)