રાજકોટ
News of Friday, 9th February 2018

કોર્પોરેશનના બજેટથી શહેરનો સર્વાંગી વિકાસઃ ભાજપ

ર૦૧૮-૧૯ નું બજેટ સ્ટેન્ડીંગમાં મંજુર થતા ડો. જૈમનભાઇ, ડો. દર્શિતાબેન શાહ, કમલેશભાઇ મીરાણી, અરવિંદ રૈયાણી, રાજુ અઘેરા તથા જયમીન ઠાકર, જયાબેન ડાંગર, સહિતના પદાધીકારીઓએ આવકાર્યું

રાજકોટ તા. ૯ : મ્યુનિ.કોર્પોરેશનની આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમીટીની મીટીંગમાં રૂ.૧૭૬૯.૩૩ કરોડનું બજેટ મંજુર કરવામાં આવેલ નથી અને પ્રજાલક્ષી બજેટે ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડો. દર્શિતાબેન શાહ, કમલેશ મીરાણી, અરવિંદ રૈયાણી, જયમીન ઠાકર તથા જયાબેન ડાંગર સહિતના પદાધિકારીઓએ આવકારી સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ અને કમીટીના સભ્યોનો અભિનંદન પાઠવ્યા હતા.

ડો. જૈમન ઉપાધ્યાય

મેયર ડો. જૈમન ઉપાધ્યાય જણાવેલ છે કે આગામી વર્ષનું બજેટ શહેરના ચો-તરફ વિકાસલક્ષી બજેટ મંજુર કરવામાં જણાવ્યું છે. આગામી બજેટમાં પ્રાથમીક સુવિધાઓને પ્રાધાન્ય આપેલ છે અને નવી યોજનાઓ તેમજ જુદા જુદા વિકાસ કામો માટે બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

ડો. દર્ક્ષિતાબેન

આ બજેટમાં શહેરના મધ્યવર્ગ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો સહિતના તમામ વર્ગોને ધ્યાનમાં રાખી બજેટ આપવામાં આવેલ છે તેમજ દિવ્યાંગ મિલકતકધારકોને વેરામાં પ% વધુ રાહત આપવામાં આવશે સેન્ટ્રલ ઝોન તથા ઇસ્ટ, ઝોનમાં ર નવા મહિલા એકટીવીટી સેન્ટર બનાવવામાં આવશે તેમજ મહિલાઓને ધ્યાને લઇ શહેરની મુખ્ય બજારોમાં વિમેન્સ યુરીનલ પણ બનાવવામાં આવશે. ફરીને આવં પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટની ભેટ રાજકોટવાસીઓને આપવા બદલ ડે.મેયર ડો. દર્શિતાબેન શાહએ સ્ટેડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમીટીના તમામ સભ્યોને અભિનંદન પાઠવેલ છે.

અરવિંદ રૈયાણી -રાજુ અઘેરા

પ્રજાલક્ષી બજેટને આવકારતા ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી અને શાસક પક્ષ દંડક રાજુભાઇ અઘેરા એક સંયુકત યાદીં જણાવે છેકે, આ બજેટમાં શહેરના મધ્યમવર્ગ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો સહિતના તમામ વર્ગોને ધ્યાનમાં રાખી બજેટ આપવામાં આવેલ છે તેમજ દિવ્યાંગ મિલકતધારકોને વેરામાં પ% વધુ રાહત આપવામાં આવશે. દાણાપીઠ-સટ્ટાબજાર સહિતના વોકળા પર એલિવેટેડ રોડ બનાવવાનું કામ મંજુર કરવામાં આવેલ છે કોઠારીયા રોડ પર સિંદુરિયા ખાણ પાસે નવુ ઓડીટોરિયમ બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે.

જયમીન ઠાકર

સ્ટેન્ડિંગ કમીટીની મીટીંગમાં આગામી વર્ષનું રૂ.૧૭૬૯.૩૩ કરોડનું બજેટ મંજુર થાયા સમાજ કલ્યાણ સમિતીના ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવેલ કે, વ્હીકલ ટેક્ષ કાર્પેટ એરીયા બેઇઝ મિલ્કત વેરા આકારણીના નવા દરો અને નિયમો મંજુર કરેલ છે.જેમાં રહેણાકમાં પ્રતિ ચો.મી.૧૧ અને કોમર્શીયલમાં રૂ.રર, વિસ્તારના રહેવાસીઓને લગ્નપ્રસંગ માટે વિવિધ વોર્ડનં. ૬ નવા કોમ્યુનીટી હોલ મંજુર કરેલ છે શહેરના વિવિધ વિસ્તારમાં બે નવી હાઇસ્કુલ, બનાવવાનું મંજુર કરવાં આવેલ છે રેસકોર્ષ ચિલ્ડ્રનસ પાર્ક ડેવલપમેન્ટ કરવાનું અને મોન્યુમેન્ટલ ફલેટ બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે.

(4:56 pm IST)