રાજકોટ
News of Friday, 9th February 2018

કાલાવાડ તાલુકાના મોટાવડાળાની જમીન સંદર્ભે

રાજકોટના એડવોકેટ વિરૂધ્ધ થયેલ ફરિયાદને રદ કરતી ગુજરાત હાઇકોર્ટ

રાજકોટ તા.૯: કાલાવાડ તાલુકાના મોટાવડાળાની જામીન પ્રકરણે રાજકોટના એડવોેકેટ વિમલ  ભટ્ટ વિરૂધ્ધ થયેલ ફરીયાદને ગુજરાત હાઇકોર્ટે રદ કરી હતી.

આ કેઇસની ટુંકમાં હકીકત એવી છે કે કાલાવડના મોટાવડાળાના રહીશ નવલભાઇ નાનજીભાઇ સરધારા તથા તેના કુટુંબીજનોની કુલ જમીન ૯૫ વિધા જમીન કેજે કાલાવડ તાલુકાના નવાણીયા ખાખરીયાના વિવિધ રેવન્યુ સર્વે નંબરના સોટાખત તથા સંયુકત રીતે રૂ.૫૧,૦૦,૦૦૦ ની ચુકતે અવેજની પહોચ સાથે કરેલ હતુ જેમાં ઓળખ આપનાર તરીકે એડવોકેટ મિલ એચ.ભટ્ટ દ્વારા ઓળખાયેલ હતુ અને નોટરી પી.સી.વ્યાસ સમક્ષ સાટાખત તથા પહોંચ રજીસ્ટર થયેલ. ત્યારબાદ બન્ને પક્ષકારો વચ્ચે કોઇ કારણસર તકરાર ઉભી થતા જગદીશ વલ્લભભાઇ ઠુંમરના એડવોકેટ વિમલ એચ.ભટ્ટ મારફત ગત તા.૧૯-૧-૧૬ તથા તા.૯-૨-૧૬ના રોજ કરારના વિશીષ્ટ પાલનની નોટીસ જમીન ધારકો નવલભાઇ નાનજીભાઇ સરધારા તથા અન્યોને આપેલ હતી. જે નોટીસ જમીન ધારકોને બજતા તેઓએ ગત તા.૨૬-૨-૧૬ના રોજ કાલાવડ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશનમાં જગદીશ વલ્લભ ઠુંમર, સુનીલગીરી બળ વંતગીરી તથા વિમલ એચ.ભટ્ટ વિરૂધ્ધમાં ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૦૬,૪૨૦,૪૨૩,૧૨૦-બી, ૧૧૪ની ફરીયાદ આપેલ હતી અને ગુન્હો નોંધાયા બાદ તપાસ કાર્યવાહી શરૂ કરેલ હતી તથા જગદીશભાઇની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી.

વિમલ એચ.ભટ્ટ દ્વારા જામનગરના સેશન્સ જજ સમક્ષ આગોતરા જામીન અરજી કરવામા આવેલ અને જેમાં તપાશનીશ અધીકારીએ સોંગદ ઉપર જણાવેલ કે અમો વિમલ એચ.ભટ્ટની ધરપકડ કરવા માંગતા નથી. જે સોંગદનામાંના આધારે થી એડવોકેટ વિમલ એચ.ભટ્ટ  એડવોકેટ શ્રી રાવલ દ્વારા કરવામાં આવેલી રજુઆત તથા દલીલોને ધયાને લઇને વિમલ એચ.ભટ્ટની વિરૂધ્ધ ફરીયાદ રદ કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં એડવોકેટ વિમલ એચ.ભટ્ટ વતી ગુજરાત હાઇકોર્ટમાં રથીન. પી.રાવલ તથા રાજકોટના સીનીયર એડવોકેટ ગિરીશભાઇ કે.ભટ્ટ, શૈલેષ એન.વ્યાસ, વિ.એમ.જોશી, ડી.બી.બગડા, મનીષકુમાર સી.પાટડીયા, રવિ એમ.વાઘેલા, પંકજ. જી.મુલીયા રોકાયેલા હતા.

(4:55 pm IST)