રાજકોટ
News of Friday, 9th February 2018

આવતીકાલે રાજકોટમાં લોક-અદાલત ૧પ હજાર કેસો નિકાલ માટે મુકાશે

રાજકોટ તા. ૯: આવતીકાલ તારીખ ૧૦/૦ર/ર૦૧૮ના રોજ સને-ર૦૧૮ના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય મેા લોક-અદાલતનું આયોજન સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવી રહેલ છે તેમજ તેના ભાગ રૂપે જીલ્લા કાનુની સેવા સતા મંડળ જીલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા પણ શ્રી આર. કે. દેસાઇ ચેરમેન, જીલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં એટલે કે, તમામ અપીલ અદાલતો, દીવાની અદાલતો, ફોજદારી અદાલતો, ફેમીલી કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, લેબર કોર્ટ, તેમજ તમામ તાલુકા અદાલતોમાં આવતીકાલ તારીખ ૧૦/૦ર/ર૦૧૮ના રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે સદર લોક અદાલતમાં સમાધાન લાયક હોય તેવા અદાલતોમાં પેન્ડીંગ તથા દાખલ થયા અગાઉના એટલે કે, પ્રી લીટીગેશન કેસો આશરે પંદર હજાર જેટલા કુલ કેસો હાથ પર લેવામાં આવનાર છે. સદર કેસોમાં તમામ પક્ષકારોને નોટીસ કાઢી લોક અદાલતમાં હાજર રહેવા તથા લોક અદાલતનો લાભ લેવા સચિવશ્રી આર. કે. મોઢે જણાવેલ છે.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી આર. કે. દેસાઇ દ્વારા લોક અદાલતના લાભો જણાવી પક્ષકારોને સદર લોક અદાલતમાં વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરેલ છે. તેઓએ લોક અદાલતના લાભો વિશે જણાવેલ છે કે, લોક અદાલતમાં કેસનો નીકાલ બન્ને પક્ષકારોની સમજુતિથી થાય છે તથા કોઇનો વિજય નહીં તેમજ કોઇનો પરાજય નહીં તેવી પરિસ્થિતિ ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા કોઇ પ્રકારનું વૈમનસ્ય ઉદભવતું નથી તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. લોક અદાલત બન્ને પક્ષકારો માટે લાભકર્તા છે. જેથી અવતીકાલ તારીખઃ ૧૦-૦ર-ર૦૧૮ના રોજ યોજાનાર લોક-અદાલતમાં પક્ષકારોને સક્રીય ભાગ લેવા અનુરોધ કરેલ છે.

(4:54 pm IST)