રાજકોટ
News of Friday, 9th February 2018

કોર્ટના હુકમનામાની વસુલાતના અનુસંધાને આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને ર વર્ષની સજા

રાજકોટ, તા., ૯:  રાજકોટના રહીશ જયરાજસિંહ નિરૂભા જાડેજાએ, અજીતભાઇ મોતીભાઇ સંધી, ઠે. શારદાનગર-ર, મંગળા રોડ, રાજકોટના સામે રાજકોટ કોર્ટમાં ચેક ડિસઓનર સબબ ફરીયાદ કરેલ. જેમાં કોર્ટે આરોપી અજીતભાઇ મોતીભાઇ સંધીને બે વર્ષની સજા તથા રૂ. ૫૦,૦૦૦ દંડ તરીકે ચુકવવા આદેશ કરેલ છે.

ફરીયાદની વિગત મુજબ ફરીયાદએ આરોપી સામે રાજકોટ કોર્ટમાં સમરી દાવો દાખલ કરેલ. જેમાં કોર્ટના હુકમનામા અન્વયે રૂ. ૪,૦૦,ર૬૪.૬પ વસુલ મેળવવા દરખાસ્ત દાખલ કરેલ. જે દરખાસ્તમાં વસુલાત અપાવવા કોર્ટે ફરીયાદીની તરફેણમાં જંગમ મિલ્કતનું જપ્તીનું વોરંટ ઇસ્યુ કરી આપેલ. જે વોરંટની વસુલાત મેળવવા બેલીફ સાથે ફરીયાદી આરોપીના રહેણાંક ઉપર જતા આરોપીએ બેલીફને વિનંતી કરેલ કે તેની પાસે અત્યારે રોકડા રૂપીયાની વ્યવસ્થા થઇ શકે તેમ નથી અને તા.૨૭-૧-૦૬ સુધીનો સમય આપવામાં આવેે તો વોરંટમાં જણાવેલ રૂ. પ૦,૦૦૦ની વ્યવસ્થા કરી આપીશ. જેના જવાબમાં ફરીયાદીએ તેની પાસે ચેકની ડિમાન્ડ કરેલ અને ફરીયાદીનું બાકી લેણુ કબુલ રાખી તહોમતદારએ સીટીઝન કો.ઓ.બેન્કનો રૂ. પ૦,૦૦૦ના ચેક ઇસ્યુ કરી આપેલ.

ફરીયાદીએ તેના બેન્ક એકાઉન્ટમાં ચેક રજુ રાખતા સદરહું ચેક, ઓપનીંગ બેલેન્સ ઇન્સ્ફીસીયન્ટના શેર સાથે પરત ફરેલ  હતો.

આ કામમાં ફરીયાદી તરફથી રજુ રાખવામાં આવેલ તમામ પુરાવાઓ ધ્યાને લઇ કોર્ટે ઠરાવેલ છે કે આ કામમાં તહોમતદારને નોટીસ આપવા છતાં ડિસઓનર થયેલ ચેકની રકમ ચુકવેલ નથી. ડિસઓનર થયેલ ચેકમાં આરોપીની સહી નથી તેવું આરોપીનું કહેવાતું નથી અને સદરહું ચેક કાયદેસરના દેવા કે જવાબદારી માટે આપેલ નથી તેવું તહોમતદાર ખંડન કરી શકેલ નથી. સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ તથા કાયદાના બાબતે ધારાગૃહનો આશય ધ્યાનમાં રાખી ઝડપથી બદલાતી વ્યાપારી અને આર્થિક પરીવેશમાં નાણાના આદાનપ્રદાન અને વ્યવહારમાં વિશ્વાસ અને ધંધાની લેવડદેવડમાં આસ્થા રહે તે માટે તેમજ તેનો ગેરલાભ અને ગેરઉપયોગ અટકાવવા માટે આરોપીને ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તથા રૂ. પ૦,૦૦૦ વળતર સ્વરૂપે ફરીયાદીને ૩૦ દિવસમાં ચુકવવા હુકમ ફરમાવેલ છે અને તે વળતરની રકમ ન ચુકવે તો વિશેષ ૧પ દિવસની સાદી કેદ ભોગવવાનો કોર્ટે આદેશ કરેલ છે.

આ કામમાં ફરીયાદી જયરાજસિંહ  નિરૂભા જાડેજા વતી વિકાસ કે. શેઠ, અલ્પા વિ. શેઠ, વિવેક ધનેશા, વિપુલ આર. સોંદરવા, અક્ષય જી.ઠેસીયા એડવોકેટ દરજ્જે રોકાયેલા છે.

(4:53 pm IST)