રાજકોટ
News of Friday, 9th February 2018

વેરા વિભાગ દ્વારા ફલોર મીલ સહીતની મિલ્કતો સીલ

 વેરા વસુલાત વિભાગ દ્વાર બાકી વેરો વસુલવા આજે સામા કાંઠે શ્રમજીવી સોસાયટીમાં ફલોર મીલ સીલ કરાયેલ તથા પાંજરાપોળમાં ૪ દુકાનો સીલ કરાયેલ હતી તથા બે નળ કનેકશન કાપવામાં આવ્યા હતા. જયારે વેસ્ટ ઝોનમાં ઓસ્કાર ટાવરમાં ૧ દુકાન સીલ કરવા કાર્યવાહી કરવામાં આવેલ. આ કામગીરી આસી. મેનેજર શ્રી ખીમસુરીયા તથા ઇન્સ્પેકટરો કુંદન પંડયા, બ્રહ્મભટ્ટ, હસમુખ કાપડીયા, બિસ્ત રાઠોડ દ્વારા તથા વેસ્ટ ઝોનના આસી. મેનેજરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ.

(4:52 pm IST)