રાજકોટ
News of Friday, 9th February 2018

બ્રાહ્મણ મહાસભા બાદ હવે કરણી સેનાનો લક્ષ્મીબાઇની બાયોપીકમાં તેમના અંગ્રેજ પુરૂષ સાથેના સંબંધો સામે વિરોધ

નવી દિલ્હી તા. ૯ : તાજેતરમાં જ્યારે ઇતિહાસ આધારિત સંજયલીલા ભણસાલી દ્વારા નિર્મિત પદ્માવત ફિલ્મનો આકરોવિરોધ કરવામાં આવ્યો અનેકરણી સેના તથા રાજપૂતસમાજ દ્વારા ફિલ્મનો જોરદારવિરોધ કરવામાં આવ્યો ત્યારેઆ ફિલ્મ અનેક રાજ્યોમાંરિલીઝ ના થઇ શકી. જોકે હવે વધુ એક ઇતિહાસ આધારિત ફિલ્મ આવી રહી છે અને તેમાંકંગના રાણાવત ઝાંસીની રાણીલક્ષ્મીબાઇની બાયોપિક બનાવી રહી છે. જોકે હવે આ ફિલ્મ પણ રાજસ્થાન આધારિતએક સ્થાનિક જાતિવાદીસમૂહના નિશાને આવી ગઇછે.

આ જૂથના લોકો વિશ્વાસસાથે કહે છે કે આ ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડાં કરવાનોપ્રયાસ કરવામાં આવી રહ્યો છેઅને એક અંગ્રેજ પુરુષ સાથેરાણી લક્ષ્મીબાઇના સંબંધોદર્શાવીને તેમને બદનામકરવાનો પ્રયાસ કરવામાંઆવી રહ્યો છે. જોકે આઘટનાનો ઉલ્લેખ લેખક જયશ્રી મિશ્રા દ્વારા લેખિત રાણીપુસ્તકમાં પણ છે. ઉત્તર પ્રદેશમાં જ્યારે માયાવતીની સરકારહતી ત્યારે આ પુસ્તક પરપ્રતિબંધ મૂકી દેવાયો હતો.

એક પત્રકાર પરિષદમાં એકજાતિવાદી સંગઠનના અધ્યક્ષેકહ્યું કે અમારા સૂત્રોએ અમનેજણાવ્યુંં છે કે ફિલ્મનિર્માતાઓએ એક એવું ગીત શૂટકર્યું છે જેમાં રાણી લક્ષ્મીબાઇનેએક અંગ્રેજ પુરુષ સાથે દર્શાવાયાછે. જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો એજન્ટ હતો. અમને શંકા છે કેફિલ્મ નિર્માતાઓ આ ફિલ્મ જયશ્રી મિશ્રા દ્વારા લખવામાંઆવેલા પુસ્તક પરથી બનાવીરહ્યાં છે. ૯ જાન્યુઆરીએ જઅમે પ્રોડ્યુસર કમલ જૈનને પત્રલખી આ માહિતી આપી હતી.અમે તેમનાથી પ્રોડ્યુસર અને ઇતિહાસકારની માહિતી માગીહતી. જોકે પદ્માવત ફિલ્મનાવિરોધને જોતાં લાગે છે કે હવે લક્ષ્મીબાઇ ફિલ્મનો પણ આવોજ વિરોધ થવાનો છે.

કરણીસેના સંગઠને જે રીતે ફિલ્મનોવિરોધ કર્યો તેને જોતાં કહી શકાય છે કે હવે આ ફિલ્મ પણઆવા જ કોઇ સંગઠનનાનિશાને આવશે તો કદાચ તેનેપણ માઠું નુકસાન ભોગવવું પડીશકે છે. કરણી સેનાએ પણ કહ્યુંછે કે વિદેશી સાથે રાણીનાસંબંધો દર્શાવવા એ ખોટું છે. જોકેસરકાર પણ જાહેર ચૂકી હતી કેપધ્માવતમાં કોઇપણ દૃશ્યવાંધાજનક નથી છતાં આફિલ્મનો આકરો વિરોધકરવામાં આવ્યો હતો.

(4:33 pm IST)