રાજકોટ
News of Friday, 9th February 2018

શહેરના ર.પ૦ લાખ બાળકોને કાલે કૃમિનાશક ગોળી આપશે

કોર્પોરેશન દ્વારા ૧૦મી ફેબ્રુઆરીએ નેશનલ ડી વોર્મિંગ ડે : (રાષ્ટ્રીય કૃમીનાશક) ની ઉજવણી શહેરીજનોને આ કાર્યક્રમનો લાભ લેવા આરોગ્ય સમિતિ ચેરમેન મનિષભાઇ રાડીયાનો અનુરોધ

રાજકોટ તા. ૯ : દર વર્ષે ભારત સરકાર તથા રાજય સરકારના સહકાર ઉપક્રમે ૧૦ ફેબ્રુઆરીએ નેશનલ ડી વોર્મિંગ ડે. (રાષ્ટ્રીય કૃમી નાશક દિવસ)ની ઉજવણી કરવામાં  આવે છે.આ વર્ષે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે ખુબજ અગત્યનું પોષક તત્વ છે. વધુમાં બાળકોને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આયર્નનની ઉણપ (પાંડુરોગ) થાય છ.ે જો બાળકને કુમીનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુંરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકોની જીવન ધોરણની ગુણવતામાં વધારો થઇ શકે છે. ઉપરોકત બાબતને ધ્યને લઇ સરકાર દ્વારા દર વર્ષે બે વાર કુમીનાશક દવા આપવામાં આવે છેજો અન્વેય આવતીકાલે શહેરના ર.પ૦ લાખ બાળકોને અબેન્ડા મોલની ગોળી આપવામાં આવશે. તેમ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયાએ જણાવ્યુંછે.

આ અંગે માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા દ્વારા જણાવવામાં આવેલ હતું કે તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પણ નેશનલ ડી વોર્મિંગ ડે અન્વયે ૧ થી૧૯ વર્ષના શહેરના ર.પ૦ લાખ બાળકોને સામુહિક રીતે કૃમીનાશક ગોળી વિનામુલ્યે આપવામાં આવશે આ કાર્યક્રમ હેઠળ તમામ શાળાઓ તથા આંગણવાડીમાં આરોગ્યના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવશે તેમજ દરેક આરોગ્ય કેન્દ્ર પર આ દવા વિનામુલ્યે ઉપલબ્ધ રહેશે.

આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા દ્વારા આ કાર્યક્રમનો લાભ લેવા દરેક શહેરીજનોને ખાસ અપીલ કરવામાં આવેલ છે તેમજ આ કામગીરીમાં આરોગ્ય શાખા કર્મચારીઓને સહયોગ આપી ''નેશનલ ડી વોર્મિંગ ડે'' કામગીરીમાં સહકાર આપે તેવો શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

(4:32 pm IST)