રાજકોટ
News of Friday, 9th February 2018

જીનીયસમાં સ્પોર્ટ વીક

 રાજકોટ : જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના માનસિક વિકાસ સાથે શારીરીક વિકાસ માટે દર વર્ષે 'એન્યુઅલ સ્પોર્ટસ વિક' નું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં પોતાના કૌવત અને કૌશલ્યો બતાવે છે અને ૧૪ જેટલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે. તાજેતરમાં એન્યુઅલ સ્પોર્ટસ વિક -ર૦૧૮ની શરૂઆત દબદબાભેર મહોત્સવ દરમ્યાન કરવામાં આવ્યો. કાર્યક્રમ જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટ જય મહેતા, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સિનિયર કોચ રમાબેન, કોચ મહિપાલસિંહ જેઠવા પૂર્વ રણજી પ્લેર, રાકેશભાઇ ધ્રુવ અને જીનિયસ ગ્રુપના સીઇઓ ડિમ્પલબેન મહેતા હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત જીનિયસ ઓરકેસ્ટ્રા એ પ્રાર્થના દ્વારા કરી હતી. સંસ્થાના એકેડમિક હેડ શ્રીકાંત તન્નાએ સ્વાગત પ્રવચન કર્યું.  જીનિયસ ઓરકેસ્ટ્રાની સંગાથે વિદ્યાર્થી હંસલ્યા શિવમની આગેવાનીમાં માર્ચ પાસ્ટ યોજાયું. જીનિયસ સ્કૂલના સ્ટેટ લેવલ બાસ્કેટ બોલ પ્લેયર વરેન દેસાઇ દ્વારા સર્વે વિદ્યાર્થીઓને ઓથ લેવડાવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શીત કરવા જય મહેતા અને રાકેશભાઇ ધ્રુવ દ્વારા સંબોધન કરાયું. કાર્યક્રમના અંતમાં સંસ્થાના એકેડમીક હેડ કાજલબેન શુકલ દ્વારા સર્વે મહેમાનોનો આભાર વ્યકત કરાયો. ત્યારબાદ એક અઠવાડીયુ ચાલનાર રમત-ગમતના આ મહોત્સવમાં સ્કેટીંગ, દોડ રેસ, સેક રેસ, સ્ટેકીંગ રીંગ, , નેકીંગ ધ બોલ, બેક બોલ રેસ, ટ્રાઇસીકલ રેસ, કાંગારૂ રેસ, ગાર્લેન્ડ રસ, હર્ડલ રેસ, વોક ઓન બ્રીક, વન લેગ રેસ અને શટલ રન જેવી રમતોનો સમાવેશ થશે.

(4:28 pm IST)