રાજકોટ
News of Friday, 9th February 2018

વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સમુહલગ્ન

 મ્યુ. વોર્ડ ઓફીસ સામે  આશાપુરી પ્રગતિ મંડળ વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા તાજેતરમાં ૧૧ કન્યાઓના સમુહલગ્નનું આયોજન કરાયુ હતુ. ગોંડલ લોહંગ આશ્રમના મહંત સીતારામ બાપુ તેમજ કણકોટના મહંત મસ્તરામબાપુએ ઉપથિત રહી આશીર્વચનો આપ્યા હતા. લગ્નોત્સવમાં લોકમેળા ફેઇમ આર્ટીસ્ટ તુલસીદાસ ગોંડલીયા (મો.૯૯૭૯૪ ૬૯૫૯૯) એ સમગ્ર સંચાલન સંભાળ્યુ હતુ. જાણીતા ગાયક પુનમ ગોંડલીયા અને રાધીકા હરીયાણી (જેતપુર) લગ્ન ગીતોની જમાવટ કરી હતી. સમગ્ર લગ્નોત્સવને સફળ બનાવવા ભીખારામ જી. કાપડી, પ્રભુદાસ બાપુ, ટી. કે. ગોંડલીયા, શ્યામદાસ ગોંડલીયા, એલ. કે. ગોંડલીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:27 pm IST)