રાજકોટ
News of Friday, 9th February 2018

રાજકોટ જિલ્લામાં તા.૧૦ અને ૧પમીએ અભિયાન

કાલે રાષ્ટ્રીય ક્રુમિનાશક દિવસ ૧૯ વર્ષ સુધીનાને ગોળી અપાશે

રાજકોટ તા. ૯ : આવતીકાલે તા.૧૦ ના રોજ રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય ક્રુમીનાશક દિવસ અભિયાન યોજાનાર છે.જેમાં ૧ વર્ષથી ૧૯ વર્ષના નીચેના તમામ બાળકોને રાષ્ટ્રીય ક્રુમીનાશક દિવસે ક્રુમીનાશક ગોળી ખવડાવવામાં આવશે.

રાજકોટ જિલ્લાના ૧ વર્ષથી ૧૯ વર્ષના બાળકોને ક્રુમીનીગોળી ખવડાવવામાં આ માટેના બુથ બનાવવામાં આવેલ છે આરોગ્યની ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો કામગીરી કરશે. અસરકારક સુપરવીઝન માટે સુપરવાઇઝરો નીમવામાં આવેલ છે અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે.

તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ પ્રથમ દિવસે દરેક ગામમાં ક્રુમીનાશકગોળી ખવડાવવા માટે બુથ બનાવવામાં આવશે અને ત્યાં કુમીનાશક ગોળી ખવડાવવા દરેક બાળકને આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવશે. તથા ૧પ ફેબ્રુઆરી-ર૦૧૮ ના રોજ મોપઅપ રાઉન્ડ દિવસે આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરશે.

૧ થી૧૯ વર્ષના તમામ બાળકોને ક્રુમીનનાશક ગોળી ખવડાવવામાં દરેકને જાહેર આપીલ કરવામાં આવે છે. બાળક સામાન્ય બિમાર હોય, અગાઉ ગમે એટલીવાર આ ગોળી લીધી હોય તો પણ આ દિવસે અવશ્ય ક્રુમીનનાક ગોળી ખવડાવવી અભિયાનને સફળતા મળે તે માટે પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે. બેનર, પત્રિકા, માઇકીંગ, મીટીંગો, વ્યકિતગત મુલાકાત, શિબિરો, રેલી, મારફત પ્રચાર પ્રસારની કામગીરી થઇ રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થશે.

(4:27 pm IST)