રાજકોટ
News of Friday, 9th February 2018

કાલે શનિવારે ગરૈયા હોમિયોપેથિક કોલેજમાં નવા-જુના ગીતોનો વરસાદ થશે

સપ્તસુર ગ્રુપના ગીતો ગુંજશેઃ એડવોકેટ આસિત સોનપાલ- રામભાઇ ગરૈયા-એભલભાઇ ગરૈયા- માયાબેન ભોજવાણીના ગીતોનો કાર્યક્રમ

 રાજકોટઃ તા.૯, આવતીકાલે તા.૧૦ના શનિવારે રાજકોટની નામાંકીત બી.જી. ગરૈયા હોમીયોપેથીક તથા આયુવૈદીક કોલેજ જેમણે ૧૦ ગામોને દતક લીધેલ છે અને આ ૧૦ ગામોમાં કોલેજ સંચાલીત હોસ્પીટલ દ્વારા આ ગામોના લોકોને ફ્રિમા સારવાર, દવા તથા લેબોરેટરી તથા એકસ-રેની સુવિધા આપવામાં આવે છે,  આ કોલેજના પ્રમુખ શ્રી ગરૈયા વનરાજભાઇ બચુભાઇ તથા ટ્રસ્ટીગણ શ્રી ગરૈયા રામભાઇ, ગરૈયા એભલભાઇ,  ગરૈયા મનોજભાઇ , ગરૈયા મેહુલભાઇ દ્વારા કોલેજના ભવ્ય ઓડીટોરીયમ હોલ ખાતે કોલેજનું વાતાવરણ સંગીતમય બનાવવા રાજકોટના નામાંકીત એડવોકેટ નોટરી શ્રી આસિત સોનપાલ દ્વારા ચાલતા સપ્તસુર ગ્રુપ જુના-નવા ગીતો ગુંજવશે.

 સપ્તસુર ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં સંગીતના કાર્યક્રમો આપી રહયા છે, શ્રી આસિત સોનપાલને જુના - નવા ૩૦૦ જેટલા ગીતો  કંઠસ્થ છે. તેઓ નવા -જુના ગીતો લહેરાવશે. ગરૈયા કોલેજના ટ્રસ્ટી શ્રી રામભાઇ ગરૈયા સંગીતનો શોખ ધરાવે છે, તેઓ પણ પોતાની કલા પીરસશે સાથે બીજા ટ્રસ્ટીશ્રી એભલભાઇ ગરૈયા ગીતો ગુજવશે સાથે રાજકોટની  ગૃહિણી શ્રીમતી માયાબેન ભોજવાણી લતાજી- આશાજીના ગીતો ગુજવશે, આ કલાકારો દ્વારા જુના -નવા ગીતોની રજુઆત કરી  શ્રોતાગણને ડોલાવશે. કાર્યક્રમનું સંચાલન એડવોકેટ શ્રીમતી મિનલ સોનપાલ કરશે  તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:26 pm IST)