રાજકોટ
News of Friday, 9th February 2018

રસ્તામાંથી વાહનો સાઇડમાં લેવાનું કહેતાં રિક્ષાચાલક હનીફભાઇ પર હુમલો

નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં ધબધબાટી

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામ નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં મુસ્લિમ યુવાને રસ્તામાં વાહનો રાખીને બેઠેલા શખ્સોને વાહન દૂર લેવાનું કહેતાં તેના પર ધોકાથી હુમલો થયો હતો.

કવાર્ટર નં. બી-૯/૨૭૭માં રહેતો રિક્ષાચાલક હનીફભાઇ યુસુફભાઇ જૂણેજા (ઉ.૪૦) સાંજે સાડા છએક વાગ્યે પુત્રને પોતાની રિક્ષામાં ટ્યુશનમાં મુકવા ગયો હતો. ત્યાંથી પરત ઘરે આવ્યો ત્યારે મહેન્દ્ર દરબાર, ગણીયો સહિતના શખ્સો રસ્તામાં પોતાના ટુવ્હીલર રાખીને બેઠા હોઇ રિક્ષા નીકળી શકે તેમ ન હોવાથી આ લોકોને વાહનો થોડા સાઇડમાંરાખવાનું કહેતાં બધાએ ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો અને જતાં રહ્યા હતાં. થોડીવાર બાદ ધોકા-પાઇપ સાથે ધસી આવી હુમલો કરતાં હનીફભાઇને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(12:47 pm IST)