રાજકોટ
News of Friday, 9th February 2018

ગાંધીગ્રામના સોની વૃધ્ધા ભાનુબેન પટણીનું શ્વાસ ચડ્યા બાદ મોત

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામ લાખના બંગલા પાસે સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતાં ભાનુબેન કાંતિલાલ પટણી (ઉ.૭૫) નામના સોની વૃધ્ધાને બ્લડપ્રેસર અને શ્વાસની બિમારી હોઇ વહેલી સવારે પાંચેક વાગ્યે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્ર હંસીલભાઇ અને બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

 

(12:46 pm IST)