રાજકોટ
News of Friday, 9th February 2018

થોરાળા પોલીસ સ્ટેશન સામે રિક્ષા પલ્ટી જતાં ચાલક સહિત ત્રણને ઇજા

રાજકોટ તા. ૯: થોરાળા પોલીસ સ્ટેશનની સામેના રોડ પર રિક્ષા પલ્ટી ખાઇ જતાં ચાલક સહિત ત્રણને ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્તોમાં રિક્ષાચાલક ગંજીવાડાના મહેબુબ દાઉદભાઇ ભુવર (ઉ.૪૦), મુસાફર ભાવનગર કુંભારવાડાના દેવુબેન સોમજીભાઇ મકવાણા (ઉ.૬૦) અને માંડાડુંગર પાસે રહેતાં કંચનબેન બાબુભાઇ ચમાર (ઉ.૬૦)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૫)

(12:46 pm IST)