રાજકોટ
News of Friday, 9th February 2018

અચાનક બાઇક આડે આવેલા શખ્સે ત્રણ શખ્સો સાથે મળી બાઇક ચાલકને ધોકાવ્યો

અટીકાના ત્રિશુલ ચોકમાં બનાવઃ સ્વાતિ પાર્કના સુજીત સથવારાએ બાઇક ઉભુ રાખી દીધું છતાં એક શખ્સે આ રીતે કેમ ચલાવે છે? કહી ડખ્ખો કર્યોઃ વિજય કોળીની ધરપકડ

રાજકોટ તા. ૯: કોઠારીયા રોડ સ્વાતિ પાર્ક શેરી નં. ૧ બ્લેક નં. બી-૨૦માં રહેતાં સુજીત સવજીભાઇ રાઠોડ (ઉ.૩૫) નામના સથવારા યુવાનને અટિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ત્રિશુલ ચોકમાં હતો ત્યારે વિજય અશોકભાઇ અત્રેશા અને સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ગાળો દઇ લાકડી-ધોકાથી માર મારતાં ફરિયાદ થઇ છે.

સુજીત સાંજે સાડા આઠેક વાગ્યે પોતાનું બાઇક હંકારીને ત્રિશુલ ચોકમાંથી નીકળતાં એક શખ્સ અચાનક આડો આવી જતાં સુજીતે પોતાનું બાઇક બ્રેક મારી ઉભુ રાખી દીધુ હતું. એ સાથે જ વિજય ઉશ્કેરાયો હતો અને આ રીતે કેમ ચલાવે છે? કહી ગાળો દઇ ઝઘડો કરી ઢીકા-પાટુ માર્યા હતાં. તેમજ બીજા ત્રણ શખ્સો પણ આવી જતાં તેણે લાકડીના ધોકાથી ડાબા હાથની ટચલી આંગળી પર ઇજા કરી હતી. કોઇએ પોલીસને જાણ કરતાં પીસીઆર પહોંચી હતી. એ દરમિયાન એક શખ્સ પકડાઇ ગયો હતો. જેણે પોતાનું નામ વિજય અશોકભાઇ અત્રેશા (કોળી) કહ્યું હતું. બીજા ત્રણ ભાઇ ભાગી ગયા હતાં. ભકિતનગરના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ખારવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(12:46 pm IST)