રાજકોટ
News of Friday, 9th February 2018

ગોંડલ રોડ પર શો રૂમમાંથી નવેનવું ટુવ્હીલર ચોરાઇ ગયું

રાજકોટ તા.૯: કાલાવડ રોડ ગાયત્રી મંદિર પાસે શકિતનગર મેઇન રોડ પર રહેતાં જયદિપભાઇ જેન્તીભાઇ માંકડીયા (ઉ.૪૦)નું ટીવીએસ જ્યુપીટર વાહન રૂ. ૪૭૭૬૦નું પોતાના ગોંડલ રોડ પર આવેલા ક્રિષ્ના ટીવીએસના શો રૂમમાંથી કોઇ ૧૮/૮ના રોજ ચોરી જતાં માલવીયાનગરમાં જાણ કરતાં પી.એસ.આઇ. બી. બી. રાણા અને મુકેશભાઇ તથા રવિરાજસિંહએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શો રૂમમાંથી નવેનવું વાહન કોણ ચોરી ગયું? તે અંગે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

(12:46 pm IST)