રાજકોટ
News of Friday, 9th February 2018

મોટામવાના મયુર શીંગાળા હત્યા કેસના આરોપી ગાંડુ ભરવાડની માનવતાની અરજી રદ

આરોપીએ બીમારી સબબ વચગાળાના જામીનની માંગણી કરી હતી

રાજકોટ તા.૯: સૌરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર મોટામવાના સરપંચ અને રાજકીય અગ્રણી મયુર શીંગાળા હત્યા કેસમાં સંડોવાયેલ ગાંડુ ભુરાભાઇ વકાતર (ભરવાડ) એ બીમારી સબબ માનવતાના ધોરણસર જામીન પર મુકત થવા કરેલ અરજી રાજકોટના એડી. સેસન્શ જજ બી.પી.પુજારાએ નામંજુર કરતો હુકમ ફરમાવેલ હતો.

બનાવની હક્કિત જોઇએ તો મોટામવા ગામના સરપંચ ગુજરનાર મયુર તળશીભાઇ શીગાળાનું તેનાજ ગામના આરોપીઓ (૧)ગાંડુ ભુરાભાઇ (૨)મહેશ ગાંડુભાઇ (૩)ઉત્તમ ગાંડુભાઇ (૪)વજુબેન ઉર્ફે ગાંડુભાઇ (૫)હંસા ઉર્ફે હેમા મગફ ગાંડુભાઇ (૬)લતા ઉર્ફે ટીની મળફ ગાંડુભાઇ (૭)વિનુ ઉર્ફે દેવજીભાઇ પુંજાભાઇ (૮)જયેશ વિનુભાઇનાઓએ પુર્વયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી બનાવી સમાન હેતુ પાર પાડવા ગુજરનારનુ ખુન કરી ગુજરનારના શરીર પરના દાગીના તથા મોબાઇલ સહિતની લુંટ કરી નજરે જોનાર સાહેદોને મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તિક્ષ્ણ પ્રતિબંધીત હથીયારો ધારણ કરી પોલીસ કમિશનર શ્રીના જાહેર નામાનો ભંગ કરી ગુનો આચર્યા સંબંધેની મોટા મવાના રહીશ ગુજરનાર ના ભાઇ ભરત તળશીભાઇ શીંગાળાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ.

ગત તા.૧૮-૧૧-૨૦૧૯ના બનેલ બનાવ અનુસંધાને આરોપી ગાંડુ ભુરાભાઇ ભરવાડ ત્યારથી જેલ હવાલે હોય, જેઓએ માનવતાના ધોરણે જામીન અરજી દાખલ કરી બીમારી સબબ વચગાળાના જામીન પર મુકત કરવા કરેલ.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા અનુસાર આરોપી મુકત નાગરીકની જેમ મેડીકલ સારવારની માંગણી કરી શકે નહી, મારા મંતવ્ય પ્રમાણે અરજદાર રેગ્યુલર કે ટેમ્પરરી જામીન મેડીકલના ગ્રાઉન્ડસર માંગણી કરેલ મંજુર કરવુ ન્યાયોચિત જણાતુ ન હોય, તેમ માની આરોપી ગાંડુ ભુરાની બીમારી સબબની માનવતાની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમા મુળ ફરીયાદી ભરત શીંગાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર.ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા તથા સ્પે.પી.પી. તરીકે નિરંજન એસ.દફતરી તથા મદદમાં ભાવીન દફતરી, દિનેશ રાવલ રોકાયેલ હતા.(૧.૭)

(12:45 pm IST)