રાજકોટ
News of Friday, 9th February 2018

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નિમિત્ત્।ે તથા લાભાર્થે ભવ્ય સંતવાણી નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.  સહજાનંદ આશ્રમ દિઘડિયા ખાતે મહામંડલેશ્વર સ્વામી સહજાનંદ ગિરિજી મહારાજે એક સર્વ જ્ઞાતિય ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં તેવીસ દીકરીઓને કરિયાવરની નાની મોટી ભેટ સોંગાદો આપવામાં આવી હતી. અને નિઃશુલ્ક લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.  આવા ઊચ્ચ વિચારને પ્રોત્સાહિત કરવા તથા બિરદાવવા માટે રોટરી કલબ ઓફ હળવદ દ્વારા એક દિવ્ય સંતવાણી નો પ્રોગ્રામ કરવામાં આવેલ. ભજન સમ્રાટ શૈલેષ મહારાજ જયમંત દવે એ ભજનપ્રેમીઓને રંગ માં રંગ્યા હતા અને વાઘજી રબારીએ લોક સાહિત્યને સુંદર રીતે રજૂ કર્યું હતું. સંતવાણીના પ્રોગ્રામમાં રોટરી દ્વારા ખર્ચમાં સહયોગી બનીને આયોજન કરવામાં આવેલ. ભજન દરમિયાન ઘોરમાં આવેલી પુરી અને માતબર રકમ પૂજય સ્વામીજીને લગ્નોત્સવના મહાન કાર્ય હેતું સુપરત કરવામાં આવી હતી.  આ પ્રોજેકટને ચિનુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ રાણા, નરભેરામભાઈ અઘારા, ડો. અમિતભાઇ પટેલ, રમેશભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મહેતા હરેશભાઈ રાવલે સફળ બનાવ્યો હતો. (તસ્વીર : હરીશ રબારી)

(12:44 pm IST)