રાજકોટ
News of Friday, 9th February 2018

સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ફી નિર્ધારણ સમિતિની રચનાઃ અધ્યક્ષ પદે શિક્ષણ બોર્ડના ચેરમેન શાહ

૧પ ફેબ્રુ. સુધી શાળા સંચાલકો અને વાલીઓ જુઆત કરી શકશેઃ શાળાઓએ એડવાન્સ ફી નહી લેવા શિક્ષણાધિકારીનો આદેશ

રાજકોટ તા.૯ : રાજયની તમામ ખાનગી શાળાઓમાં નવેસરથી ફી નિર્ધારણ કરવા સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજય સરકારે ફી નિર્ધારણ સમિતિની રચના કરી છે.

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનના અધ્યક્ષ પદે રચાયેલી સમિતિમાં ખાનગી શાળાઓની મહતમ ફી મર્યાદા ફેબ્રુઆરી સુધી વાલીઓ અને શાળા સંચાલકો ફી પ્રશ્ને રજુઆત કરી શકશે. રાજય સરકારે ફી નિર્ધારણ કમીટીની રચના કરી છે.

ફી નિર્ધારણ કમીટીની પુનઃ રચના બાદ કમીટીમાં માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે.શાહ, માધ્યમિક સ્કુલના ડાયરેકટર જે.ડી.દેસાઇ, પ્રાથમિક શિક્ષણ નિયામક બોર્ડના ચેરમેન એમ.આઇ.જોષીનો સમાવેશ થાય છે. વાલીઓ અને શાળા સંચાલકોને ૧પ ફેબ્રુઆરી સુધી ગાંધીનગર ખાતે આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીએ મૌખિક રજુઆત પણ કરી શકશે.ફી નિર્ધારણ બાકી હોય શાળાઓએ ર૦૧૮-૧૯ની ફીની એડવાન્સ વસુલાત નહી કરવા સરકારે તમામ ડીઇઓને આદેશ કર્યા છે. આદેશ બાદ જિલ્લા શિક્ષણધિકારીએ પણ સંબંધીત ખાનગી શાળાઓને એડવાન્સ ફી નહી લેવા તાકીદ કરી છે.

(11:59 am IST)