રાજકોટ
News of Friday, 9th February 2018

રાજકોટની મહિલાઓએ બનાવ્યું પેડવુમન ગ્રુપ :અક્ષયકુમારની ફિલ્મથી લીધી પ્રેરણા

પોતાના ખર્ચે પેડ બનાવી જનાના હોસ્પિટલમાં બાળકને જન્મ આપનારી માતાઓને કરે છે વિતરણ

 

રાજકોટ ;કોઈપણ સકારાત્મક વિચારોમાં સતત આગળ રહેતા રંગીલા રાજકોટ શહેરની મહિલાઓએ પેડવુમન ગ્રુપ બનાવ્યું છે અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન'થી પ્રેરણા લઇને રાજકોટની કેટલીક વિદ્યાર્થિનીઓએ મહિલા, યુવતિઓને જાગૃત કરવા માટે પોતાના ખર્ચે જાતે જેટલા પેડ બનાવી હોસ્પિટલમાં વિતરણ પણ કર્યાં હતા

 

  પેડવુમન ગ્રુપે શહેરની જનાના હોસ્પિટલ કે જ્યાં પછાત વર્ગની માતા બાળકોને જન્મ આપે છે ત્યાં જઇને પેડવુમન ગ્રુપે પેડ વિતરણ કર્યું હતું આગામી સમયમાં પણ કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય પણ કર્યો છે.

 

    રાજકોટમાં પેડવુમન ગ્રુપની શરૂઆત કરનારી યશ્વી દોઢીવાળા કહે છે કે, તેણીને અક્ષયકુમારની આગામી ફિલ્મ 'પેડમેન'માંથી વિચાર આવતા પોતાની બહેન વિભુતીને વાત કરી કે જે ફેશન ડિઝાઇન સ્ટુડિયો ધરાવે છે. વિભુતીએ માટેની ડિઝાઇન બનાવીને કામ શરુ કર્યું. કોટનના વેસ્ટ કપડાંમાંથી રૂપિયા 10 હજાર ખર્ચીને 1500 પેડ બનાવ્યા. બાદમાં જરૂરિયાતવાળી મહિલાઓને વિતરણ કરી તેનો ક્ષોભ દુર કરવાની વાત અમલમાં મુકી છે.

    યશ્વી અને વિભુતીના પેડ અન્ય પેડ કરતા ઘણા અલગ છે. પ્યોર કોટનના બનેલા પેડ એકવાર યુઝ કરી ફરી વાપરી શકાય છે. જેથી ખોટા ખર્ચ થતા નથી. તેમજ વોશેબલ પેડ યુઝ કરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થતું નથી. બંને બહેનોના વિચારને અનેક લોકોએ વઘાવ્યો હતો અને આવનારા દિવસોમાં જરૂરિયાતમંદને પેડ વિતરણ કરવાનું ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.

(9:11 am IST)