રાજકોટ
News of Friday, 10th January 2020

શ્રીજી ગૌશાળામાં બે દિ' મેગા સંમેલન

પૂ.યશોવિજય સુરીશ્વરજી મ.સા. - પૂ.સુશાંતમુનિ મ.સા.ની નિશ્રામાં : તજજ્ઞો દ્વારા ગૌ પ્રોડકટને લગતી માહિતી આપશે : તા.૧૯,૨૦ જાન્યુ.ના આયોજન

રાજકોટ, તા. ૧૦ : સમસ્ત મહાજન દ્વારા તા.૧૯, ૨૦ જાન્યુઆરીના રોજ પાંજરાપોળ, ગૌશાળા, પદાધિકારીઓ, જીવદયા કાર્યકરોનું શ્રીજી ગૌશાળા ખાતે બે દિવસીય, મેગા સંમેલનનું આયોજન પ.પૂ. આચાર્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પ.પૂ.સુશાંતમુનિ મ.સા.ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ છે. આ સંમેલનમાં સંતો - મહંતો, ગૌશાળા, પાંજરાપોળના ટ્રસ્ટીઓ, જાહેર જીવનના અગ્રણીઓ, અધિકારીઓ, ગૌસેવકો, ગૌવૈજ્ઞાનિકો, ગૌસંવર્ધકો, ગૌ આધારીત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

આ સંમેલનમાં તા.૧૯ રવિવારના સવારે ૮ થી ૯ રજીસ્ટ્રેશન અને અલ્પાહાર બાદ સવારે ૯ થી મંગલાચરણ થશે. સંમેલનના પ્રથમ દિવસે ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ માર્ગદર્શન આપશે. સંમેલનમાં બીજા દિવસે, ગૌ પ્રોડકટસનું નિર્માણ કેવી રીતે થાય તે પ્રેકટીકલ સાથે મનોજભાઈ સોલંકી (રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમા, કચ્છ)ની ટીમના તજજ્ઞો પ.પૂ. આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબની પૂર્ણકાલીન નિશ્રા અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. સમસ્ત મહાજનના ટ્રસ્ટી જૈન શ્રેષ્ઠી યોગેશભાઇ (રાજુભાઈ) અને શ્રીમતી અંજનાબેનના પુત્ર કુમારપાળના લગ્ન જામનગર નિવાસી ચંદ્રેશભાઈ અને શ્રીમતી કીર્તદાબેન સાથ તા.૧૮ના થનાર હોય, નવદંપતિ તા.૧૯ના આ સંમેલન દરમિયાન શ્રીજી ગૌશાળામાં ગૌ વંદના કરી ગૃહસ્થાશ્રમના મંગલાચરણ કરશે. આ શિબિરમાં રસ ધરાવતા જીવદયા પ્રેમીઓએ પ્રતિ વ્યકિતદીઠ ટોકન રૂ.૨૦૦ ભરી નામ નોંધાવી લેવા અપીલ કરાઈ છે.

આ સંમેલનની વિશેષ માહિતી માટે મીતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), રાજુભાઈ શાહ (મો.૯૪૦૮૨ ૫૧૯૩૧), રમેશભાઈ ઠક્કર (મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬), ચંદ્રકાંતભાઈ શેઠ (મો.૯૮૨૪૦ ૪૩૭૬૯), દેવેન્દ્ર જૈન (મો.૯૮૨૫૧ ૨૯૧૧૧), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩), ધીરૂભાઇ કાનાબાર (મો.૯૮૨૫૦ ૭૭૩૦૬)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. આયોજનની સફળતા માટે શ્રીજી ગૌશાળાના ડો.પ્રભુદાસભાઈ તન્ના, જયંતિભાઈ નગદીયા, વિનુભાઈ ડેલાવાળા, ભુપતભાઈ છાંટબાર, દીલીપભાઈ સોમૈયા, દેવેન્દ્ર જૈન, પ્રતિક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, ભરતભાઇ ભીમાણી, હરેશભાઈ શાહ, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શાહ, ચંદ્રેશભાઈ પટેલ, હેમાબેન પારસભાઈ મોદી, ભાસ્કરભાઈ પારેખ, વિરેશભાઈ બારાઈ, દિનેશભાઈ ધામેચા, દોલતસિંહ ચૌહાણ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:38 pm IST)