રાજકોટ
News of Friday, 10th January 2020

ગીતાંજલી પબ્લીક સ્કુલ દ્વારા કાલે સાયન્સ એકઝીબીશન ડેન્ટલ ચેકઅપ અને સેમીનાર

ગીતાંજલી પબ્લીક સ્કુલના જસ્મીનબેન જાની અદિતીબેન વ્યાસ, ભાવનાબેન ત્રિવેદીને હિતેશભાઇ માણેક નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૦: ગીતાંજલી ગૃપની ગીતાંજલી લીટલ ચેમ્પસ-સાધુ વાસવાણી રોડ અજંતા પાર્ક દ્વારા આગામી તા.૧૧ જાન્યુ. શનીવારના સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ આર્ટ એનડ ક્રાફટ એકઝીબીશન તથા ૬ વર્ષ સુધીના બાળકો માટે ડો.કાર્તીકમોરજરીયા દ્વારા ડેન્ટલ ચેક અપ કેમ્પ તથા સકસેસફુલ પેરેનટંગ વિષય અંતર્ગત સેમીનારનુંઆયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થાના ચેરમેન શૈલષ્ેા જાનીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આપણા સમાજનું પશિચમીકરણ થઇ રહયું છે ત્યારે બાળકોની કેળવણી માટે જાગૃત થવુ એ વાલીધર્મ છે.

સમાજની વચ્ચે ઉછરતા આપણા બાળકની કેળવણી તો ખરેખર આપણા જ હાથમાં છે અને આ કેળવણીમનોવૈજ્ઞાનીક પધધતીએ કરવી અત્યંત આવશ્યક છે. બાળકના ઉચ્ચતમ અભ્યાસ અને શ્રેષ્ઠતમ કેળવણી માટે ગીતાંજલી સંસ્થા દ્વારા વર્ષ ર૦૧પ થી ગીતાંજલી લીટલ ચેમપસ પ્રિ.પ્રાઇમરી તથા ગીતાંજલી પબ્લીક સ્કુલ ધો.૧ થી ૭ અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવેલ છે.

સંસ્થાના સંચાલીકા શ્રીમતી જસ્મીન જાનીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકના સર્વાગી વિકાસનો પાયો જ પ્રિ-પ્રાઇમરી એજયુકેશન છે અને એ માટે બાળકની સાઇકોલોજીની સમજ હોવી અત્યંત આવશ્યક છે. સંસ્થા દ્વારા બાળ મનોવિજ્ઞાનના સિધ્ધાંતો અનુસાર જ સમગ્ર વ્યવસ્થામાં હાલ અંદાજીત ૧રપથી વધુ બાળકો અભ્યાસ કરી રહયા છે. પ્રિ-પ્રાઇમરી એજયુકેશનથી જ નેશનલ લેવલ કયુરીકયુલમ સંસ્થામાં અમલી બનાવવામાં આવ્યું છે તેમજ નિયમીત રીતે સંસ્થાના શિક્ષકો તથા સ્ટાફને પણ બાળ મનોવિકાસ વિ. સંબંધી તાલીમ પણ આપવામાં આવે છે.

વર્તમાન સમયમાં વાલીશ્રીઓની બાળક માટેની સમસ્યાઓ જેવી કે બાળકની ખોટી જીદ, તોફાજન, વધુ પડતો ગુસ્સો ખાવા-પીવાની ખોટી આદતો વિગેરે બાબતોને ધ્યાનમાં રાખતા આગામી તા.૧૧ જાન્યુઆરીના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન સફળ વાલી કઇ રીતેથઇ શકાય તે અનુસંધાને રાજકોટની જ જાણીતી સંસ્થાના ડાયરેકટર થી લલીત ચંદેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

અભ્યાસક્રમના ભાગરૂપ નિયમીત પ્રવૃતિઓ થતી જ રહેતીહોય તેમ છતા સંસ્થાના પ્રાઇમરી વિભાગ એટલે કે ધો.૧ થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ આર્ટ એન્ડ ક્રાફટના પ્રદર્શનનું પણ આયોજન સંસ્થા ખાતે તા.૧૧ જાન્યુ. ર૦ર૦ શનીવારના રોજ કરવામાં આવ્યું છે. પ્રસ્તૃત ઇવેન્ટમાં સાયન્સમાં અંદાજીત ૩૦ પ્રોજેકટ બાળકો દ્વારા રજુ કરવામાં આવનાર છે.

(4:37 pm IST)