રાજકોટ
News of Friday, 10th January 2020

'જર્ની ઓફ બાઇકર - બરોડા ટુ લંડન' : સનસાઇન કોલેજમાં યોજાયો અનોખો સેમીનાર

રાજકોટ : સનસાઇન કોલેજ મેનેજમેન્ટ અને આઇટી ક્ષેત્રમાં અભ્યાસ કરાવતી ગુજરાતની નામાંકિત સંસ્થા છે. ત્યારે તાજતરમાં 'જર્ની ઓફ બાઇકર - બરોડા ટુ લંડન' વિષય પર કુમાર શાહનો એક સેમીનાર ગોઠવવામાં આવ્યો હતો. જેમાં કુમાર શાહે પોતાના દેશ વિદેશના અનુભવો શેર કરી રસપ્રદ પ્રેઝન્ટેશન આપેલ. કાર્યક્રમની શરૂઆતમાં ડો. વિકાસ અરોરાએ સ્વાગત પ્રવચન આપેલ. જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. અમિત હપાણી અને રાજકુમાર કોલેજના પૂર્વ ડીરેકટર ઐયાઝ ખાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળા કોલેજના મળી ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સીપાલ આ સેમીનારમાં ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.બી.એ. ડીપાર્ટમેન્ટના પ્રો. સીમા અરોરા અને પ્રતિક પાંઉએ કર્યુ હતુ.

(4:14 pm IST)