રાજકોટ
News of Friday, 10th January 2020

નાગરિકતા સંશોધન સંદર્ભે જિલ્લા યુવા ભાજપ બેઠક

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન પદના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજયસભામાં નાગરિકતા સંશોધન ખરડો પસાર થયેલ છે. આ કાયદાની ખરેખર આવશ્યકતા અને ઉપયોગીતા બાબતે લોકોમાં ખરી જાગૃતતા લાવવા અને સમર્થન મેળવવા રાજકોટ જીલ્લા યુવા ભાજપની બેઠક યુવા અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં પ્રદેશ કારોબારી સભ્ય અને જીલ્લા પ્રભારી મનીષ સંઘાણી, સહ-પ્રભારી હિતેશભાઇ ચનીયારા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, રોહિતભાઇ ચાવડા, પ્રદેશ કારોબારી સભ્યો યોગેશભાઇ કયાડા, સતીશભાઇ શિંગાળા, ઉપપ્રમુખો મુકેશભાઇ મેર, કમલેશભાઇ વરુ, હિરેનભાઇ જોશી, મંત્રી સંજયભાઇ કાકડિયા સહીત જીલ્લાના તમામ મંડલોના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ અને જીલ્લા કારોબારી સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાયદા અંગે અને આગામી કાર્યક્રમો અંગે અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટ અને મનીષભાઇ સંઘાણી તેમજ હિતેશભાઇ ચનીયારા દ્વારા પત્રિકા વિતરણ, પોસ્ટકાર્ડ લેખન, સ્કુલ કોલેજ સંપર્કો, ગ્રુપ મીટીંગો, મિસ્ડકોલ અને સહી ઝુંબેશ અંગે માહિતી અને માર્ગદર્શન અપાયેલ. ૧ર જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિના કાર્યક્રમો તેમજ આગામી તા. રપ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જીલ્લાના તમામ મંડલોમાં જીલ્લા યુવા મોરચા દ્વારા એક સાથે ત્રિરંગા યાત્રા સાથે બાઇક રેલી યોજવામાં આવશે. દરેક કાર્યક્રમોના ઇન્ચાર્જોની નિમણુંક પણ કરવામાં આવેલ છે. પત્રિકા વિતરણમાં પરેશભાઇ વાગડિયા, સ્કુલ કોલેજ કેમ્પેઇનમાં મુકેશભાઇ મેર, મિસ્ડકોલ ઝુંબેશમાં કમલેશભાઇ વરુ, એસી.એસ.ટી. સમાજ ગ્રુપ મીટીંગમાં સંજયભાઇ કાકડિયા, સહી ઝુંબેશમાં સરજુભાઇ માંકડિયા, ગ્રુપ મીટીંગોમાં સુરેશભાઇ રાણપરીયા, સ્વામી વિવેકાનંદ પુષ્પાંજલિમાં યોગેશભાઇ કયાડા, પોસ્ટકાર્ડ લેખનમાં હિરેનભાઇ જોશી, બાઇક રેલી અને ત્રિરંગા યાત્રામાં રોહિતભાઇ ચાવડાનો સમાવેશ થાય છે. સંચાલન યુવા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું અને આભાર વિધિ ઉપપ્રમુખ મુકેશભાઇ મેરે કરેલ હતી.

(4:13 pm IST)