રાજકોટ
News of Friday, 10th January 2020

સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા ધરણા

રેલ્વેનું ખાનગીકરણ કરવાથી કાર્યમાં સફળતા મળશે કે ભ્રષ્ટાચાર વધશે : હિરેન મહેતાના પ્રહારો

રાજકોટ, તા. ૧૦ : વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા સરકારની કામદાર વિરોધી નીતિઓને લઈને રાજકોટ ડિવીઝન ખાતે ધરણાનો કાર્યક્રમ એનએફઆઈઆરના આદેશ મુજબ તથા વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના જનરલ સેક્રેટરી જે.જી. મહુરકરના આહવાનને લઈને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ, રાજકોટ ડિવીઝન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. હાપા, વાંકાનેર, સુરેન્દ્રનગર મુકામે તથા આજે રાજકોટ મુકામે વિરોધ પ્રદર્શન સરકારની શ્રમિક વિરોધી નીતિઓને લઈને સમગ્ર રાજકોટ ડિવીઝનમાંથી કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાએ આવનારા દિવસોમાં સરકાર તરફથી જો હકારાત્મક અભિગમ અપનાવવામાં નહિં આવે તો વિવિધ માંગોને લઈ જલદ કાર્યક્રમ આપવામાં આવશે અને રેલ રોકો આંદોલન સુધીની તૈયારી બતાવવામાં આવશે અને રેલ રોકો આંદોલન સુધીની તૈયારી બતાવવામાં આવશે તેમ જણાવેલ.

આ તકે ડિવીઝનલ સેક્રેટરીએ સરકારની શ્રમ વિરોધી નીતિઓ, કામદાર વિરોધી નીતિઓ અંગે છણાવટ કરતા જણાવેલ કે રેલ પ્રશાસન એ એક આગવુ રાષ્ટ્રની સેવા આપતી જીવન રેખા છે. જેનું ખાનગીકરણ કરવુ મતલબ રાષ્ટ્રને વહેચવુ રાષ્ટ્ર સાથેનો દ્રોહ છે. ખાનગી પુંજીવાદી લોકો રેલને પોતાના નફા માટે ચલ નહી કે લોકોની સેવા કરવા કે ગરીબ અને સામાન્ય લોકોને પોતાની મંજીલ સુધી પહોંચાડવા.

વિરોધ પ્રદર્શિત કરવાના કારણો : (૧) વર્કશોપ અને પ્રિન્ટીંગ પ્રેસ બંધ કરવાથી આર્થિક સંકળામણ અને અસફળતા વધશે (૨) રેલ્વે પ્રોડકશન યુનિટો બંધ કરવાથી સફળતા મળશે, આ યુનિટો કાર્ય કરવામાં અસફળ રહે છે. (૩) રેલ કર્મચારીઓમાં ૩૦ ટકા સુધી કમી કરવા માગે છે અને ખાલી પડતી જગ્યાઓ ભરાતી નથી. (૪) રેલ્વેના રોડ, ડીપો, સ્ટેશન તથા વર્કશોપમાં હાલમાં કર્મચારીઓની સંખ્યા બરાબર છે કે નહિં. આ બધાનું ખાનગીકરણ કરતા કાર્યમાં સુધારો, સફળતા મળશે કે પછી સહન કરવાનું રહેશે. (૫) શું રેલ્વેના ખાનગીકરથી કાર્યમાં સફળતા મળશે કે પછી ભ્રષ્ટાચાર વધશે? (૬) ભારતીય રેલ્વેમાં સુધારા રક્ષણતા તથા કાળજી ચોક્કસાઈ કયા પ્રકારના પગલા લેવા હિતકારી છે?

ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાના નેતૃત્વ હેઠળ આયોજીત આ ધરણાના કાર્યક્રમમાં રસુલભાઈ મહેતા, હરદેવસિંહ, આર.એચ. જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ જાદવ, પવન ત્યાગી, ચેતન ઉપાધ્યાય, વિષ્ણુ ગઢવી, જસ્મીન ઓઝા, મહાવીરસિંહ જાડેજા, રણવીરસિંહ ઝાલા, ડી.એસ. શર્મા, ઘનશ્યામભાઈ, કેતન ભટ્ટી, હિતેષ પરમાર, હર્ષદ હરરજી, મનોજ અગ્રવાલ, બલદેવભાઈ, વિવેકાનંદ, કિરીટસિંહ ઝાલા, હિતેષ જાની, હિમાંશુ ઉદડ, કમલેશ ત્રિવેદી, જયેશભાઈ ડોડીયા,  આર. મીના, સુરજ્ઞાન મીના, ઝાલાભાઈ, મહિલા વિંગમાં અવની ઓઝાના નેતૃત્વ હેઠળ ધર્મિષ્ઠા થોરીયા, જયશ્રી અતુલ, પુષ્પા ડાડીયા, વિક્રમ, ધર્મિષ્ઠા પૈજા, જયોતિ મહેતા, મુમતાજબેન દોમાન, હિના વ્યાસ, નિર્મલા મકવાણા, દિપ્તી સંઘવી, પુનિતા, સુનિતા, અન્નપૂર્ણા, ફાલ્ગુની મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:12 pm IST)