રાજકોટ
News of Friday, 10th January 2020

નવ હજાર બોગસ આયુષ્યમાન કાર્ડના મામલામાં પંચાયતના ૪ અધિકારીઓ દ્વારા તપાસઃ કલેકટરને રીપોર્ટ કરશે

બે ડઝન ઓપરેટરો સસ્પેન્ડઃ પોલીસમાં ફરિયાદઃ હાલ પૂછપરછ ચાલૂ...

રાજકોટ તા.૧૦ : રાજકોટ જીલ્લા પંચાયત હસ્તક હેઠળની કેન્દ્રની અત્યંત ગરીબો માટેની આયુષ્યમાન કાર્ડ યોજનામાં રાજકોટમાં ૯ હજાર જેટલા બોગસ કાર્ડ નીકળ્યાનો ધડાકો થયા બાદ હવે જીલ્લા પંચાયતના ૪ અધિકારીઓની તપાસ કમીટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પંચાયતમાં સૂત્રોમાં ઉમેર્યા પ્રમાણે આ યોજનાના અધ્યક્ષ તરીકે કલેકટરશ્રી છે, પરંતુ કાર્ડ અંગે પંચાયત કાર્યવાહી કરી રહ્યું હતું.

બોગસ કાર્ડનો મામલો બહાર આવતા બેડઝન ઓપરેટરોને સસ્પેન્ડ કરી નખાયા છે, હવે ૪ અધિકારીઓની તપાસ કમીટી દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, અને આ કમીટી કલેકટરને રીપોર્ટ કરશે.

બીજી બાજુ આ મામલે પોલીસમાં પણ ફરીયાદ થઇ છે, પોલીસ દ્વારા હાલ કૌભાંડીયાઓની પૂછપરછ ચાલી રહી છે, પોલીસના સાઇબર સેલની મદદ લેવાઇ છે, એચઆઇડી દ્વારા અપાયેલ કાર્ડોની તપાસ થઇ રહી છે.

દરમિયાન આ મામલે કલેકટરશ્રીનો સંપર્ક સાધતા તેઓ વસતિગણતરીની વીસીમાં બીઝી હોય સંપર્ક થઇ શકયો ન હતો, પરંતુ રવીવાર સૂધીમાં અન્ય લોકોના નામો ખૂલશે તેમ મનાય રહ્યું છે.

(4:09 pm IST)