રાજકોટ
News of Friday, 10th January 2020

બજરંગ ગ્રુપ સંચાલીત નિઃશુલ્ક લોહાણા વેવિશાળ કેન્દ્રને ૧ વર્ષ પૂર્ણઃ વડીલો પણ બાયોડેટા મોકલી શકશે

રાજકોટ,તા.૧૦: અહિંનાછ ગરેડીયા કુવા રોડ પર પંચમુખી હનુમાનજીની ડેરીના સાંનિધ્યમાં બજરંગ ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર માસથી અવિરતપણે દર રવિવારે બપોરના ૪ થી ૭ દરમ્યાન નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર ચલાવવામાં આવતું હોવાનું યાદીમાં જણાવાયું છે.

વેવિશાળએ લોહાણા સમાજ માટે અતિ જટીલ સમસ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે ઉંમરલાયક ઉમેદવારોને એક જ જગ્યાએથી બાયોડેટા મળી જશે. આ કેન્દ્રમાં રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ સર્વશ્રી કિશોરભાઈ કારીયા, હસુભાઈ ગણાત્રા, પંકજભાઈ ચગ, ધર્મેશભાઈ નંદાની, મનુભાઈ ખંધેડીયા, પરેશભાઈ કકકડ, કોટક હિમાંશુભાઈ, કેનૈયાલાલ, રાજવીર, ચંદ્રેશભાઈ ગણાત્રા, પંકજભાઈ (બાબુભાઈ) કારીયા, બટુકભાઈ રાચ્છ વગેરે સેવા આપી રહ્યા છે.

હાલમાં વૃધ્ધ વડીલો અને  ખોડખાપણવાળા લોકો માટે બાયોડેટા મંગાવવાનું શરૂ કરવામાં આવેલ હોવાનું આગેવાનોએ જણાવ્યું છે. ઉંમરલાયક વડીલોએ પોતાના બાયોડેટા શ્રી બજરંગ ગ્રુપ નિઃશુલ્ક લોહાણા વેવિશાળ કેન્દ્ર- રાજકોટ (ગરેડીયા કુવા રોડ, પંચમુખી હનુમાનજીના મંદિરની બાજુમાં, દર રવિવારે બપોરે ૪ થી ૮) ખાતે સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:51 pm IST)