રાજકોટ
News of Friday, 10th January 2020

ગોંડલના વિરેન્દ્રભાઈ સાથે ઠગાઈ બેંકમાંથી ૪૪ હજાર ઉપડી ગયા !!

રાજકોટ, તા. ૧૦ :. ગોંડલના પટેલ યુવાનના બેંક ખાતામાંથી કોઈ ગઠીયાએ કળા કરી ૪૪ હજાર ઉપાડી લેતા પોલીસમાં ફરીયાદ થઈ છે. પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલ એસબીઈ બેંક જેલ રોડ શાખામાં સેવીંગ ખાતુ ધરાવતા વિરેન્દ્રભાઈ કાનજીભાઈ વઘાસીયાના બેંક એકાઉન્ટમાંથી બે કટકે ૪૪,૪૯૯ની રકમ ઉપડી જતા આ અંગે આજાણ્યા શખ્સ સામે સીટી પોલીસમાં ફરીયાદ કરી છે.  ફરીયાદી વિરેન્દ્રભાઈએ ફોનમા કોઈ ઓટીપી નંબર કે એકાઉન્ટ વિષે કોઈને માહિતી આપી ન હોવા છતા ખાતામાંથી રકમ ઉપડી ગયાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)