રાજકોટ
News of Friday, 10th January 2020

એક માળ વધુ હાઇટની મંજુરી અપાય તો ડબલ પાર્કીંગ આપવા બીલ્ડરો તૈયાર

રાજકોટ બીલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ એસોસીએશન દ્વારા શહેરી વિકાસ સચિવને રજુઆત

રાજકોટ તા. ૧૦ : પાર્કીંગનો પ્રશ્ન પેચીદો બન્યો છે તેવા સમયે જો બીલ્ડરોને એક માળ સુધીની છુટ અપાય તો ડબલથી ત્રણ ગણુ પાર્કીંગ પોતાના ખર્ચે આપવાની તૈયારી બીલ્ડરોએ દર્શાવી છે.

રાજકોટ બીલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ એસોસીએશન દ્વારા આ આંગે શહેરી વિકાસ સચીવ તેમજ ગાંધીનગર ચીફ ટાઉન પ્લાનરને એક વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવેલ છે કે આજના જીડીસીઆર મુજબ પાર્કીંગ આર.એમ.સી. માંગે છે તેના કરતા ૩ ગણુ વધુ પાર્કીંગ બિલ્ડરો આપવા તૈયાર છે. પરંતુ સામે નવા ડબલ પાર્કીંગ મુકે તેને એક માળની હાઇટ એકસ્ટ્રા આપવાની શરતે આ થઇ શકે.

બિલ્ડર્સ ભાઇઓને એક ફુટે વધારાના પાર્કીંગ માટે રૂ.૧૨૦૦ થી ૧૫૦૦ નો ખર્ચ આવે તેમ હોવા છતા તેઓ ખર્ચ ભોગવવા પણ તૈયાર છે. જેને બાંધકામ ચાલુ હોય તેને જો ગ્રાઉન્ડ ફલોર તેમજ ફર્સ્ટ ફલોરમાં ડબલ પાર્કીંગ કરવુ હોય તો હાઇટમાંથી પાર્કીંગ બાદ કરીને આ સુવિધા આપવી જોઇએ.

આવા ફર્સ્ટ ફલોર પાર્કીંગમાં જીમ તેમજ છોકરાવના રમત ગમતના સાધનો, સીનીયર સીટીઝનો માટે બાંકડાની વ્યવસ્થા ઉભી થઇ શકે એન સ્કુટર પાર્કીંગ પણ સમાવી શકાય.

આખી બિલ્ડીંગમાં જનરેટર, સી.સી. ટી.વી. કેમેરા, વોટર સોલાર, ઇન્ટરકોમ, ચોકીદારનો રૂમ, એટેચ ટોઇલેટ બાથરૂમ બનાવી અપાય. ચોકીદારનો રૂમ ઓછામાં ઓછો ૨૦ મીટર ફ્રી એફ.એસ.આઇ.માંથી બાદ આપવો જોઇએ.

ડબલ પાર્કીંગથી એસોસીએશન પોતાના નાના મોટા ફંકશન પણ ત્યાં કરી શકશે. જો જગ્યા ૫૦૦ વાર હોય તો માર્જીન સહીત ગ્રાઉન્ડ ફલોર ઉપર ૪૫૦૦ ફુટ પાર્કીંગ થાય અને ફર્સ્ટ ફલોર ઉપર પાર્કીંગ આપો તો ૪૫૦૦ ફુટ બીજા ભળે. એ રીતે ૯૦૦૦ ફુટ ડબલ પાર્કીંગ થાય.

હાલ સેલરની મંજુરી તો છે જ પરંતુ સેલરમાં ૧૦૦ % પાણી ભરાઇ જવાની સમસ્યા રહે છે. સેલરમાં સાફ સુફી ન થઇ શકવાની અને અમુક જગ્યાએ અવારા અસમાજીક તત્વોનો કબજો થઇ જતો હોવાની પણ ફરીયાદ રહે છે.

આર.એમ.સી. મલ્ટીપ્લસ પાર્કીંગનું વિચારે છે તેને બદલે આવા અનેક પાર્કીંગો શેરીએ શેરીએ બિલ્ડીંગોમાં ડબલ પાર્કીંગ મંજુરી આપો તો જઇ જાય તેમ છે. જેથી ભવિષ્યમાં ભયંકર ટ્રાફીકની હાડમારી આવવાની શકયતામાં પણ રાહત થઇ શકે તેમ હોય વધારાના ડબલ પાર્કીંગની મંજુરી  આપવામાં કોઇ નુકશાની નથી.

જો બે આ મુદ્દે ડીસેમ્બર ૨૦૧૮ માં પણ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી કોઇ પ્રત્યુતર અપાયો નથી.

ત્યારે ફરી એક વખત રજુઆત કરી ડબલથી પણ વધુ ત્રણ ગણુ પાર્કીંગ આપવા બિલ્ડરોએ તૈયારી દર્શાવી હોય આ દિશામાં વહેલાસર કઇક યોગ્ય વિચારવામાં આવે તેવી માંગણી આવેદનપત્રના અંતમાં ઉઠાવવામાં આવી હોવાનું એસો.ના પ્રમુખ સુરેશભાઇ મણીયાર (મો.૯૯૭૮૩ ૦૦૦૯૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:47 pm IST)