રાજકોટ
News of Friday, 10th January 2020

પતંગ-દોરાની ઘરાકીમાં જમાવટઃ ભાવોમાં કોઈ ઉછાળો નથીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી-નરેન્દ્રભાઈ પતંગની ભારે ડીમાન્ડઃ જાતજાતની ફીરકી પણ મેદાનમાં

રાજકોટઃ મકરસંક્રાંતિનું પર્વ એટલે ધાર્મિક તેમજ બાળકો, યુવાનો અને સર્વે માટે આનંદ ઉત્સાહનું પર્વ છે. બાળકો-યુવાનો ભાઈ-બહેનો સાથે પતંગ-દોરાની મોજ માણે છે. છેલ્લા પચાસેક વર્ષથી પતંગ-દોરાના વ્યવસાયમાં સંકળાયેલ આશાપુરા રોડ ઉપરના જાણીતા હોલસેલ તેમજ છુટક વેપાર કરતા ઋતુરાજ સિઝન સ્ટોર્સના રહેશભાઈ કટારીયાએ જણાવ્યુ હતુ કે ચાલુ સાલ છેલ્લા દિવસો થયા ઘરાકી સારી કે લોકો ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે. ભાવમાં ચાલુ સાલ કોઈ તેજી નથી. પતંગમાં ખાસ વેરાયટીમાં ધી રીયલ ટાઈગર, હેપ્પી મકર સંક્રાંતી, બેટી બચાવ-બેટી પઢાવો, સ્વચ્છ ભારત, આન-બાન-શાન તિરંગા, દબંગ, છોટા ભીમ, ડોરેમનિ, ટોમ એન્ડ ઝેરી, શીવા, કાબરસિંહ બાળકોની પ્રિય તથા યુવક-યુવતિ માટે વાઈટચીલ, કાટદાર, કલરચીલ, લેમનચીલ, સાબારા, ઝાલરવાળી, ખંભાતા, સાબરા બ્રીજ વિગેરે નોંધનીય છે. બાળકોમાં બ્યુગલ, એરપંપ, લાઈટવાળી કેપ, માસ્ક, ચશ્મા વિગેરેની ડીમાન્ડ છે. ફીરકી દોરામાં શિવમ્, ફાઈટર, પોળ, ગ્લાઈન્ડર, બેનોન, જે.કે., સમ્રાટ, બરેલી, ટીપુ સુલતાન, ૩૦ નંબર દોરી, ગેંડો વિગેરેનો ઉપાડ છે. પતંગમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદી વિગેરે ડીઝાઈનની માંગ સારી છે. તસ્વીરમાં પતંગ દોરા અંગે ગ્રાહકો સાથે મસલત કરતા ઋતુરાજના શ્રી કટારીયા નજરે પડે છે (તસ્વીર : અશોક બગથરીયા)

(3:45 pm IST)