રાજકોટ
News of Friday, 10th January 2020

રાજકોટ જીલ્લાના તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, રીસોર્ટ, ધર્મશાળા, ધાબા માટે પોલીસની 'પથીક' એપ લોન્ચ કરવી ફરજીયાતઃ મુસાફરોની ડેટા એન્ટ્રી થશે

ત્રાસવાદીઓ, અસામાજીકો, ભાંગફોડીયાઓ પોલીસ હવે સીધી લીટીની ડાયરેકટ વોચ રાખશે : ડીએસપીનો કલેકટરને તાકિદનો પત્ર બાદ એડી. કલેકટર પંડયા દ્વારા ખાસ જાહેરનામુઃ ભંગ કરનાર સામે સીધી ફોજદારી

રાજકોટ, તા. ૧૦ :. જીલ્લા પોલીસ વડા તરફથી કલેકટરને પાઠવાયેલ પત્ર બાદ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ મહત્વનું જાહેરનામુ બહાર પાડયુ છે.

પાઠવાયેલ પત્રમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બહારના જિલ્લા, રાજ્યો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં મુસાફરો આવે ત્યારે સ્થાનિક હોટલ, ધર્મશાળા, સમાજવાડી, મુસાફર ખાના, કલબ હાઉસ, ગેસ્ટહાઉસ, રીસોર્ટ, ધર્મસ્થળો, ધાબા તથા અન્ય સ્થળોએ ભાડેથી રૂમ રાખી રહેતા હોય છે. આ મુસાફરોની સાથે દેશવિરોધી અને અસામાજિક તત્વો પણ જિલ્લામાં આવી જાય અને દેશ વિરોધી ભાંગફોડીયા પ્રવૃતિઓ કરે તેવી પુરતી શકયતાઓ રહેલી છે, જેથી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ભાડેથી આવા તમામ સ્થળે રહેતા મુસાફરો ઉપર વોચ રાખવી અને તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકારે વોચ માટે ટેકનોલોજીનાં ઉપયોગથી હોટલ માલિકો અને પોલીસને સુવિધા રહે અને દૈનિક ધોરણે પોલીસને માહિતી ઓનલાઈન મળી રહે તે હેતુ એપ્લીકેશન PATHIK (પ્રોગ્રામ ફોર એનાલીસીસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઈન્ફોર્મેટીકસ) ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ ભ્ખ્વ્ણ્ત્ધ્ એપમાં દૈનિક ધોરણે દરેક હોટલ, ધર્મશાળા, સમાજવાડી, મુસાફરખાના, કલબ હાઉસ, ગેસ્ટહાઉસ, રીસોર્ટ, ધર્મસ્થળો, ધાબા તથા અન્ય સ્થળોએ એન્ટ્રી કરવા માટે દરખાસ્ત કરાઈ છે.

આ દરખાસ્ત બાદ ભાડેથી હોટલ, ગેસ્ટહાઉસ, રીસોર્ટ, ધર્મશાળા, ધાબા, કલબ હાઉસ, મુસાફરખાના, ધાર્મિક સ્થળ વિગેરે જગ્યાએ આવતા-જતા લોકોનો ઓનલાઈન ડેટા સરકારશ્રીને મળી રહે અને આવા તમામ સ્થળે રહેતા મુસાફરો ઉપર વોચ રાખી શકાય અને આ પ્રકારે વોચ માટે ટેકનોલોજીના ઉપયોગથી હોટલ માલિકો અને પોલીસને પણ સુવિધા રહે અને દૈનિક ધોરણે માહિતી પોલીસને ઓનલાઈન મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા એક PATHIK (પ્રોગ્રામ ફોર એનાલીસીસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઈન્ફોર્મેટીકસ) નામની એપ બનાવવામાં આવેલ છે. જેથી આ ભ્ખ્વ્ણ્ત્ધ્ માં દૈનિક ધોરણે દરેક હોટલ, ધર્મશાળા, સમાજવાડી, મુસાફરખાના, કલબ હાઉસ, ગેસ્ટ હાઉસ, રીસોર્ટ, ધર્મસ્થળો, ધાબા તથા અન્ય સ્થળોના સંચાલક, માલિક, ભાગીદાર, જવાબદારોએ એન્ટ્રી કરવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે રાજકોટ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડયુ છે.

હોટલ, ધર્મશાળા, સમાજવાડી, મુસાફરખાના, કલબ હાઉસ, ગેસ્ટહાઉસ, રીસોર્ટ, ધર્મસ્થળો, ધાબા તથા અન્ય સ્થળોના માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રી કરવા માટે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવાનું રહેશે અને તેમા ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ 'PATHIK' ઈનસ્ટોલ કરવાની રહેશે તેમજ તેના મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ આ 'PATHIK' એપમાં ફરજીયાતપણે ઓનલાઈ કરવાની રહેશે.

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ભારતીય ફોજદારી ધારો-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમ ઉમેરાયુ છે.

(3:39 pm IST)