રાજકોટ
News of Friday, 10th January 2020

હોસ્પિટલ ચોક અને માલિયાસણમાંથી બેભાન મળેલા બે અજાણ્યા વૃધ્ધના મોતઃ વાલીની શોધ

થોરાળા રોડ શોૈચાલય પાસે મદ્રાસી આધેડનું બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા.૧૦: બેભાન હાલતમાં બે અજાણ્યા વૃધ્ધના અલગ-અલગ સ્થળોએ મોત નિપજ્યા હતાં. જ્યારે એક આધેડે ફૂટપાથ પર દમ તોડી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલ ચોકીમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી ગઇકાલે અજાણ્ય આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બિમારી સબબ બેભાન મળી આવ્યા હતાં. તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રથમ તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ પી.એચ. સોઢાતર અને સાજીદભાઇ વધુ તપાસ કરે છે.અન્ય બનાવમાં માલિયાસણ ગામ પાસેથી ગઇકાલે આશરે ૭૦ વર્ષના અજાણ્યા વૃધ્ધ મળી આવતાં સારવાર માટે ખસેડાયા હતાં. ત્યારે તેમણે માત્ર પોતાનું નામ માધુભાઇ એટલુ કહ્યું હતું. બિમારી સબબ દાખલ આ વૃધ્ધે સારવારમાં દમ તોડી દીધો છે. બીજી તસ્વીરમાં દેખાતા આ વૃધ્ધના કોઇ વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસ મથકનો ફોન ૦૨૮૧ ૨૭૦૪૪૩૨ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ આર.એલ. ખટાણા તપાસ કરે છે.

ત્રીજા બનાવમાં ભાવનગર રોડ પર શોૈચાલય પાસેથી અજાણ્યા વૃધ્ધ બેભાન પડ્યા હોઇ ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. તેના તબિબે આ વૃધ્ધને નિષ્પ્રાણ જાહેર કરતાં થોરાળાના હેડકોન્સ. એમ. પી. ચરમટાએ એડી નોંધી કાર્યવાહી કરી હતી. મૃતકનું નામ કુમારભાઇ મણિલાલ પિલ્લાઇ (ઉ.૪૬) હોવાનું અને તે વર્ષોથી ફૂટપાથ પર જીવન જીવતા હોવાનું ખુલ્યું હતું. આ આધેડ કુવાડવા રોડ પર મદ્રાસ કાફેમાં અવાર-નવાર જમવા જતાં હોઇ ત્યાંના લોકો તેને નામથી ઓળખતા હતાં. એ પછી દૂરના સગા પણ મળી આવ્યા હતાં. બિમારીથી મોત થયાનું ખુલ્યું હતું.

(11:27 am IST)