રાજકોટ
News of Wednesday, 10th January 2018

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા રકતદાન કેમ્પઃ વ્યકિત વિશેષોનું સન્માન

  રાજકોટ : સેવાકિય પ્રવૃતિના ભાગરૂપે અંતર્ગત પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ સ્વ. હરજીભાઇ ચૌહાણ, સ્વ. નાથાભાઇ મોડાશીય, સ્વ. ખેંગારભાઇ વાઢેર, સ્વ. વિનુભાઇ શેખ, સ્વ. દેપી સાવકીયા, સ્વ. તેજશ સાવકીયની સ્મૃતિમાં તેમજ વાર્ષિક દિન નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં કુલ રર૪ રકતદાતા ભાઇઓ-બહેનોએ  'રકતદાન એ મહાદાન' ના મંત્રને સાર્થક કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. રકતદાન કેમ્પનું ઉદઘાટન ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ  કર્યુ હતું. આ તકે સર્વે રકતદાતાઓને પ્રોત્સાહીત કરવા શહેરના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કોર્પોરેટર અશ્વિન મોલીયા, અનિલ રાઠોડ, મુકેશ રાદડીયા, દલસુખ જાગાણી, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, સજુબેન કાળોતરા, વલ્લભભાઇ દૂધાત્રા, ગેલાભાઇ રબારી, દલિતભાઇ રાઠોડ, ડો. યજ્ઞેશ ત્રિવેદી, ડો. દમયંતીબેન ગણાત્રા, ડો. રંગાણી, ઘનશ્યામભાઇ કુંગશીયા, અજીતસિંહ ચૌહાણ, ધરમશીભાઇ નાથાણી, ખીમજીભાઇ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. વાર્ષિક દિન નિમિતે રકતદાતાઓ, ચક્ષુદાતાઓ, તેમજ વિધાનસભા ૬૮ ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું  પરિવાર સહિત રાજકોટના યુવરાજ માંધાતાસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વ્યકિતવિશેષ થેલેસેમીયા માટે જનજાગૃતિ અભિયાન ચલાવતા થેલેસેમીયા મેજર પેશન્ટ રવિ ધાનાણી, ટી. ડી. ઓ. નિશાંત કુંગશીયા, એમ. બી.એ. મોહીત વાઢેરને પણ સન્માનીત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કિશોરભાઇ રાઠોડે સ્વાગત પ્રવચન કરતાં મહેમાનોનો પરિચય તથા સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓ વિશે માહિતી પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, વોર્ડ પ્રભારી જીજ્ઞેશભાઇ જોષી, નામેરીભાઇ સોલંકી, ચંદુલાલ સાવકીયા, મનસુખભાઇ મોડશીયા, ગોવિંદભાઇ વાઢેર, રવિભાઇ શેખ, દિલીપભાઇ ચૌહાણ તથા અલ્પેશભાઇ લુણાગરીયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કેમ્પનું સંચાલન નરેન્દ્રભાઇ ભાડલીયા તથા આભારવિધિ હરેશભાઇ પરમારે કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ તથા કારોબારી કમીટીએ જહેમત ઉઠાવી હતી.

(4:08 pm IST)