રૈયાધાર ઓરડીમાં LCB ઝોન 2 ટીમનો દરોડો: જુગાર રમતાં ૭ પકડાયા
પીએસઆઇ આર.એચ. ઝાલા અને ટીમની કાર્યવાહી: હરપાલસિંહ જાડેજા તથા જેન્તીગીરી ગોસ્વામીની બાતમી
રાજકોટ: રૈયાધારમાં એક ઓરડીમાં દરોડો પાડી એલસીબી ઝોન 2 ટીમે સાત શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતાં. ઉપરી અધિકારીઓએ દારૂ અને જુગારના કેસ શોધી કાઢવા સુચના આપી હોઈ પેટ્રોલિંગ દરમિયાન હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા તથા કોન્સ. જેન્તીગીરી ગોસ્વામીને મળેલી બાતમી પરથી રૈયાધાર ઇન્દીરાનગર મફતિયાપરામાં અરજણ બગડાની ઓરડીમાં દરોડો પાડી ગંજીપતાના પાના વતી પૈસાની હારજીતનો જુગાર રમતા સાત શખ્સોને પકડી જુગાર ધારા કલમ ૪,૫ મુજબ કાર્યવાહી કરવામા આવી છે.
પકડાયેલ આરોપીઓમમાં અરજણ મેપાભાઇ બગડા ઉ.વ.૬૦ રહે. રૈયાધાર ઇન્દીરાનગર, આલા તેજાભાઇ સોલંકી ઉ.વ.૫૫ રહે. રૈયાધાર ઇન્દીરાનગર માપરા વિનુભાઇની દુકાન સામે, કેશુ ભાયાભાઇ સાગઠીયા ઉ.વ.૪૪ રહે. રૈયાધાર ઇન્દીરા નગર મ.પરા પાણીના ટાંકા સામે, કેશુ કાનાભાઇ ચૌહાણ ઉ.વ.૫૫ રહે. રૈયાધાર ઇન્દીરા નગર, કાળુ ચનાભાઇ સાગઠીયા ઉ.વ. પર રહે. રૈયાધાર ઇન્દીરા નગર, સંજય ખીમાભાઇ બગડા ઉ.વ.૩૮ રહે. રૈયાધાર ઇન્દીરા નગર તથા માવજી વશરામભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે. રૈયાધાર ઇન્દીરાનગર સામેલ છે.
ગંજીપાના તથા રોકડ રકમ રૂપીયા ૧૦૩૩૦ કબ્જે કરાયેલ છે. આ કામગીરી પીએસઆઇ આર.એચ.ઝાલા તથા હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા તથા વીરેન્દ્રસિંહ ઝાલા તથા રાહુલભાઇ ગોહેલ તથા કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, અમિનભાઇ ભલુર, જયપાલસિંહ સરવૈયા તથા મનીષભાઇ સોઢીયાએ કરી હતી.