રાજકોટ
News of Thursday, 9th December 2021

પારડી રોડ લાલપાર્ક પાસે મ.ન.પા. વિશાળ ઓડીટોરિયમ બનાવશેઃ કલેકટર પાસે જમીન માંગી

૧૪૦૦૦ ચો.મી.ના વિશાળ પડતર પ્લોટને મ.ન.પા.ને સોંપવા અંગે મેયર પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ કલેકટર અરૂણ મહેશબાબૂ સાથે બેઠક યોજી

રાજકોટ તા. ૯ : શહેરમાં દક્ષીણ વિસ્તારમાં વિશાળ ઓડીટોરિયમની સુવિધા માટેમેયર પ્રદિપડવ તેમજ ધારાસભ્ય ગોવિંદ પટેલ પ્રયાસો હાથ  ધર્યા છે. આ બંને અગ્રણીઓએ આજે કલેકટરશ્રી સાથે બેકઠ યોજી અને ઓડીટોરીયમ માટે મ.ન.પા.ને જગ્યા ફાળવવાની દરખાસ્ત અંતે ચર્ચા વિચારણા કરી હતી.

આ બાબતે સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ મ.ન.પા.દ્વારા શહેરના વેસ્ટઝોન વિસ્તારમાં પ્રમુખ સ્વામી ઓડિટોરીય બનાવાયું છે. સેન્ટ્રલ ઝોનમં સરકારે હેમુ ગઢવી હોલ (ઓડીટોરિયમ) બનાવ્યુંછે. ઇસ્ટ ઝોનમાં પણ મ.ન.પા.એ અટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ છે હવે  એક માત્ર દક્ષીણ વિસ્તારમાં ઓડીટોરિયમની સુવિધા નથી

આથી મેયર પ્રદિપ ડવ તેમજ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ઢેબર રોડ, નહેરૂનગર અને પારડી રોડને લાગુ લાલપાર્ક વિસ્તાર પાસે આવેલહાલ કલેકટરશ્રી હસ્તક રહેલા અને પી.ડબ્યુલ ડીને ફાળવેલા ૧૪૦૦૦ ચો. મી.નાં પડતર પ્લોટ ઉપર નજર દોડાવી અને આ સ્થળે વિશાળ સુવિધા  યુકત ઓડીટોરીયમ બનાવવાની યોજનાં કાર્યાન્વીત કરવા પ્રયાસો શરૂ કર્યા છે.

આથી આજે મેયર પ્રદિપ ડવ તેમજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે  મ્યુ. કમિશનર અમિત અરોરાને સાથે રાખી અને કલેકટર અરૂણ મહેશબાબુ સાથે બેઠક યોજી હતી. જેમાં ઉપરોકત પ્લોટ મ.ન.પા.ને સોંપી દેવાની દરખાસ્ત બાબતે ચર્ચા વિચારણાઓ થઇ હતી.

આમ જો સરકાર આ પ્લોટ મ.ન.પા.ને ફાળવી દેશે તો દક્ષિણ વિસ્તારને ઓડીટોરીયમની સુવિધા મેળવાતાં એંધાણ છે.

(4:01 pm IST)