રાજકોટ
News of Thursday, 9th December 2021

મોરબી રોડ પર ડેલામાં અને બેડીપરામાં પાનની કેબીનમાં દરોડાઃ વિશાલ અને દિલીપ દારૂની બોટલો સાથે પકડાયા

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે દરોડા પાડ્યા

રાજકોટ તા. ૯: મોરબી રોડ પર જકાતનાકા પાસે વેલનાથપરા પુલ પાસે આવેલા ડેલાની અંદરની ઓરડીમાંથી ક્રાઇમ બ્રાંચે બે લીટર દારૂની બોટલ સાથે એક શખ્સને તથા બેડીપરા ચોરા પાસેથી પાનની કેબીનમાંથી એક શખ્સને પકડી લીધો હતો.

૩૧મી ડિસેમ્બર અંતર્ગત ટીમ દારૂના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે ડીસીબીના જયેશભાઇ નિમાવત અને જયદિપસિંહ બોરાણાની બાતમી પરથી વેલનાથપરા પુલ પાસે ડેલામાંથી વિશાલ ઘેલાભાઇ દોમડીયા (ઉ.૩૨-ધંધો બાંધકામ, રહે. શકિત પાર્ક-૧ સેટેલાઇટ ચોક)ને રૂ. ૪૮૦૦ની બબ્બે લીટરની દારૂની બે બોટલ તથા સિગ્નેચરની એક બોટલ સાથે પકડી લેવાયો હતો.

તેમજ બેડીપરા ચોરા સામે પાનની કેબીનમાંથી દિલીપ ઉર્ફ બાબુ નથુભાઇ રૈયાણી (ઉ.૪૯-ધંધો પાનની કેબીન, રહે. રણોડનગર શંભુનાથ એપાર્ટમેન્ટ)ને ટીચર્સ સ્કોચ વ્હીસ્કીની ખુલેલી બોટલ સાથે પકડી લેવાયો હતો. પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા,  એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, કોન્સ. મહેશભાઇ, જયદિપસિંહ, શકિતસિંહ ગોહિલ, કુલદિપસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(2:37 pm IST)