રાજકોટ
News of Monday, 9th December 2019

ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે પાંચ લાખ ૭૦ હજાર ચુકવવા બાર કાઉ.નો નિર્ણય

રાજકોટ તા ૯  : બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯૨ થી ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડ મારફત મૃત્‍યુ સહાય તેમજ માંદગી સહાય સમીતિ દ્વારા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાની માંદગી સહાય સમીતીના ચેરમેનશ્રી દિલીપ કે. પટેલ, સભ્‍ય શ્રીઅનિલ સી કેલ્લા, અને શ્રી કિશોરકુમાર આર. ત્રિવેદીની એક મીટીંગ આજરોજ મળેલ. જેમાં બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાની માંદગી સહાય સમીતીમાં  સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોમાંથી આશરે ૩૫ ઉપરાંતની માંદગી સહાયની અરજી હાથ પર લેવામાં આવેલ અને જેમાં ૩૫ જેટલા ધારાશાષાીઓની  મીટીંગમૉ માંદગી સહાય પેટે કુલ રૂપિયા પાંચ લાખ સીતેર હજાર ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ, તેમજ ૯ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા અને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં પણ ધારાશાષાીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવેલ.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા મૃત્‍યુ સહાયનું ફંડ અને માંદગી સહાયના ફંડની ખાસ અલગ જોગવાઇ કરવામાં આવેલ છે, જેમાં મૃત્‍યુસહાયના ફંડમાં વેલ્‍ફેર ફંડ, મેમ્‍બરશીપ ફી, રીન્‍યુઅલ ફી તેમજ વેલ્‍ફેર ફંડની ટીકીટ દ્વારા ભંડોળ એકઠું કરવામાં આવે છે, જયારે માંદગી સહાય રૂલ-૮૦ હેઠળની ફી લેવામાં આવે છે. અને જેમાં જરૂરીયાત ધારાશાષાીઓને આજીવન ત્રણ વાર માંદગી સહાય આપવામાં આવે છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી સી.કે. પટેલ જણાવે છે કે વેલ્‍ફેર ફંડ માટે તા. ૨૯-૧૨-૨૦૧૯ સુધીમાં દરેક ધારાશાસ્ત્રીઓને ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડ નવા પરિશિષ્‍ટ મુજબ રીન્‍યુઅલ ફી ભરવાનો નિર્ણય કરેલ છે અને વેલ્‍ફેર ફંડની ફી ભરનાર ધારાશાષાીઓને જ બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાની માંદગી સહાયનો લાભ મેળવવા હકકદાર બને છે તેમજ  ગુજરાતના ધારાશાસ્ત્રીઓને સમયસર રકમ મળી રહે તે માટે સમયાનુસાર નિર્ણયો/ઠરાવો કરવામાં આવતા હોય છે.

(4:31 pm IST)