રાજકોટ
News of Saturday, 9th December 2017

પ્રથમવાર મતદાન કરતી દીકરીઓનો ઉત્સાહ વધારતા મમ્મી અને પપ્પા

અમદાવાદથી ખાસ મતદાન માટે રાજકોટ બોલાવાયા

કાલાવડ રોડ પરના માઈલસ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા અને મીલી પ્લાયવુડના નામે બીઝનેશ કરતા વણીક બિલ્ડર જયેશભાઈ મહેતાના પરિવારે લોકશાહીના પર્વને ખાસ કિસ્સા તરીકે ઉજવ્યો હતો. બન્ને દિકરીઓ અમી અને નિરાલી પ્રથમવાર મતદાન કરતા હોય જયેશભાઈ મહેતા અને હર્ષાબેન મહેતાએ દીકરી અમીને ખાસ અમદાવાદથી મતદાનનો ઉપયોગ કરવા માટે રાજકોટ બોલાવી હતી અને આખો પરિવાર મતદાન માટે જઈને પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. આ સમયે અમીબેન તથા નિરાલીબેન (સ્વીટુબેન)નો નાનકડો વિરો ધૈર્યરાજ પણ ઉત્સુકતાભેર સાથે જોડાયો હતો. તસ્વીરમાં વણીક પરીવાર મતદાન કર્યાના અને ફરજ નિભાવ્યાના સંતોષ સાથે મતદાનનું આંગળી પરનુ ટપકુ દર્શાવતા નજરે પડે છે

 

(4:35 pm IST)