રાજકોટ
News of Monday, 9th November 2020

કોરોનાનો ખતરો હજુય ટળ્યો નથી : તહેવારો ઉજવીએ પણ તકેદારી રાખીએ : હવે લોકડાઉન પરવડે તેમ નથી

દિવાળીના પાવન પર્વ નિમિત્તે વેપાર - ઉદ્યોગકારો - પ્રજાજનોને હાર્દિક શુભકામના : વી.પી.વૈષ્ણવ

રાજકોટ તા. ૯ : સમગ્ર વિશ્વ તથા ભારત દેશ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહયો છે. કોરોનાની શરૂઆતથી લઈને લોકડાઉન જેવા સમયગાળામાં વેપાર–ઉદ્યોગકારો તથા પ્રજાજનોએ ખુબ જ સાથ અને સહકાર આપેલ છે. તે નોંધનીય છે. તેમજ આવા કપરા સમયમાં કેન્દ્ર તથા રાજય સરકાર દ્ઘારા લેવાયેલ ઝડપી નિર્ણયોને પણ રાજકોટ ચેમ્બર આવકારે છે. હાલના સમયમાં ભારત દેશ લગભગ પુરે પુરૃં અનલોક થઈ ગયેલ છે અને સાથો સાથ તહેવારોની મોસમ પણ ખીલી છે ત્યારે આપણે સૌએ કોરોના જેવી મહામારીને નજરઅંદાજ ન કરીએ તે પણ જોવું જરૂરી છે. રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્ઘારા દિવાળીના પાવન પર્વ નિમિતે વેપાર–ઉદ્યોગકારો તથા પ્રજાજનોેને હાર્દિક શુભકામના તથા શરૂ થનાર નુતન વર્ષ સૌને સુખમય, આનંદમયી તથા વેપાર–ધંધામાં વૃઘ્ધિ થાય તેવી અંતઃકરણથી શુભેચ્છા પાઠવું છું.

હાલનો કોરોનાનો સમય ખુબજ અઘરો છે. આપણે સૌ જાણીએ છીએ તેમ રાજકોટ તથા આખા ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં દિન–પ્રતિદિન ઘટાડો થઈ રહયો છે અને મહદઅંશે કાબુમાં પણ આવી ગયેલ છે. પરંતુ આપણે સૌ તેને હળવાશમાં ન લઈએ અને તહેવારોમાં ખરિદી દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું, હાથને સેનેટાઈઝ કરવા વગેરે બાબતની સાવચેતી રાખવી જરૂરી છે. વર્ષોની જુની આપણી પરંપરા રહી છે કે દિવાળીના પર્વમાં ફટાકડા ફોડી તેની ઉજવણી કરતા હોય છે અને તેમાં પણ ચાઈનીઝ ફટાકડાઓનું ચલણ ખુબ જ વધુ રહે છે. આવા ચાઈનીઝ ફટાકડાઓ પ્રદુષણમાં વધારો કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ

કરોના મહામારીની અસર ઓછી થવી એ આપણા સૌ માટે સારી બાબત છે પરંતુ અન્ય વિદેશી દેશોમાં કોરોનાએ ફરીથી જોર પકડયું છે જેમાં ફ્રાન્સ, ઈંગ્લેન્ડ તથા જર્મની જેવા દેશોનો સમાવેશ થયો છે અને પાછું ફરીથી લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે. તો તેને ઘ્યાનમાં રાખતા આવા સંજોગોમાં જો આપણે સૌ સાવચેતી ન રાખીએ તો સ્વાભાવીક છે કે આપણા દેશમાં, શહેરોમાં કોરોના ફરીથી પ્રસરી શકે છે અને પાછું લોકડાઉન કરવાની પણ ફરજ પડી શકે છે જે હાલના સમયમાં કોઈપણને પરવડે તેમ નથી.

દિવાળીના પાવન પર્વ નિમિતે નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા એકબીજાના ઘરે જવાની પણ આપણી પરંપરા છે. જેથી વડીલોના આર્શિવાદ લેતી વખતે પગે લાગવાને બદલે આ વર્ષે તેમને બે હાથ જોડીને નમસ્તે કરીને આર્શિવાદ લઈ કેન્દ્ર તેમજ રાજય સરકારની ગાઈડલાઈનનું પાલન કરીએ અને તે અંગેની તમામ સાવચેતી રાખવી તે આપણા સૌ માટે ખુબ જ જરૂરી છે. તેવી રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા તમામને ખાસ નમ્ર અપિલ કરવામાં આવે છે અને સાથો સાથ આવનારા સમયમાં કોરોના મહામારીથી સૌને જલ્દીથી જલ્દી ઉજાગર કરે અને સૌનું સ્વાસ્થ્ય સારૃં રહે તેવી ઈશ્વર પાસે અંતઃકરણથી પ્રાર્થના કરૃં છું તેમ યાદી જણાવે છે.

(3:47 pm IST)