રાજકોટ
News of Monday, 9th November 2020

મંગલમ પાર્ક શાંકુતલ સોસાયટીમાં ડામર રીકાર્પેટ

 રાજકોટના વોર્ડ નં.૯માં આવેલ મંગલમ પાર્ક તથા શાંકુતલ સોસાયટી ખાતે રૂ. ૧૯.૮૬ લાખના ખર્ચે ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તથા પૂર્વ  સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલના વદર હસ્તે તેમજ શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળની ઉપસ્થિતીમાં ખાતમુર્હુત કરવામાં આવેલ. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૯ વિકસતો વિસ્તાર હોય ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર 'જયા માનવી ત્યા સુવિધા' ને ખરા અર્થમાં ચરિતાર્થ કરી સોસાયટીને ડામર રી-કાર્પેટ કામ કરવાની જરૂરીયાત લાગતા આ વોર્ડના સક્રિય કોર્પોેરેટરોએ કામનો શુભારંભ કરાવેલ, મંગલમ પાર્ક શાકુંતલ સોસાયટી હંમશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે ત્યારે આ સોસાયટીના લોકો અમારા નાગરીક નહી પરંતુ અમારો પરિવાર છે, આ સોસાયટીએ કાયમ અમને પ્રેમ, સ્નેહ અને હુંફ આપેલ છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ''સૌનો સાથ, સૌનો વિકાસ''ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. ત્યારે આ પ્રસંગે શહેર ભાજપ યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ જાડેજા, મહીલા મોરચા શહેર મંત્રી દક્ષાબેન વસાણી, પુર્વ કોર્પોરેટર પ્રવીણભાઇ મારૂ, જીતુભાઇ કટોળીયા, આશીષ ભટ્ટ, અમીત જનાણી, ચંદ્રેશ માખેલા, તેમજ સોસાયટીના સ્થાનિક આગેવાનો સી.પી.દલાલસાહેબ, ભરતભાઇ થાનકી, દીપકભાઇ ભટ્ટ, પ્રશાંતભાઇ ભટ્ટ, અમિતભાઇ મહેતા, બીરેનભાઇ લુણાગરીયા, અશોકભાઇ શુકલ, ગઢવી, પી.એન.કાનાણી, બાબુભાઇ લુણાગરીયા, ધીરૂભાઇ બોરડ, મગનભાઇ કરકર, વિનોદભાઇ ભટ્ટ, ઋષિભાઇ શુકલ, ચોરાલાભાઇ, ભાવનાબેન કરકર, ચંપાબેન કાનાણી, ગીતાબેન બોરડ, હર્ષાબેન તાળા, રતનબેન પટેલ, હર્ષાબેન પટેલ, મનીષાબેન પટેલ, મીતલબેન, અલ્પાબેન દલસાણીયા, અંજુબેન ચોલેરા, જયશ્રીબેન ભટ્ટ, સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:45 pm IST)