રાજકોટ
News of Monday, 9th November 2020

ગુરૂવારથી તા. ૧૬ દરમિયાન રાજકોટ વીજતંત્રનો ૩૦૦નો સ્ટાફ રાઉન્ડ ધ કલોક ડ્યુટી બજાવશે : ઓર્ડરો થયા

જૂના પાવર હાઉસ ખાતે મુખ્ય કંટ્રોલરૂમ : દિવાળીની રાત્રે તમામ ઇજનેરો હાજર રહેશે

રાજકોટ તા. ૯ : દિવાળી તહેવારોને અનુલક્ષીને રાજકોટ વીજ તંત્ર સાબદૂ બની ગયું છે, અને આગામી તા. ૧૨ થી ૧૬ દરમિયાન દિવાળી તહેવારોને અનુલક્ષીને તમામ ૨૦ વીજ સબડિવીઝન અને જૂના પાવર હાઉસ ખાતેના મુખ્ય કંટ્રોલરૂમમાં ડયુટી બજાવવા સંદર્ભે ૩૦૦થી વધુના સ્ટાફના ઓર્ડરો થયાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું, તો દરેક સ્થળે - વીજ સબ ડિવીઝનમાં ટ્રાન્સફોર્મર, ડીઓ સરખા કરવાના સાધનો, જમ્પર, લેડરગાડી, અન્ય બંધ બોડીની ગાઇડ સહિતની સામગ્રી તૈયાર રખાઇ છે. તા. ૧૨ થી ૧૬ દરમિયાન દરેક વીજ સબ ડિવીઝનમાં રાઉન્ડ ધ કલોક ડયુટી ચાલૂ થઇ જશે, લાઇન સ્ટાફ, હેલ્પરો, જૂનીયર - ડે. ઇજનેરો હાજર રહેશે. લાઇટો ગૂલ થવાના પ્રશ્ને, શોર્ટ સરકીટના બનાવો સંદર્ભે તથા ઓવરલોડ વિગેરે ટેકનિકલ ફોલ્ડની ફરિયાદ સાથે ટીમો દોડી જશે, તા. ૧૪મીએ રાત્રે જૂના પાવર હાઉસ કંટ્રોલ રૂમ ખાતે અને વીજ સબ-ડિવીઝનોમાં ફરજીયાત વીજ ઇજનેરો, સર્કલ મુખ્ય ઇજનેર, ચીફ ઇજનેરો ખાસ હાજરી આપશે તેમ અધિકારી સૂત્રોએ કહ્યું હતું.

(3:44 pm IST)