રાજકોટ
News of Monday, 9th November 2020

કામધેનુ દિપાવલી અભિયાનમાં જોડાતા દિવ્યાંગો

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરિવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ ૩૩ કરોડ દિવા પ્રગટે તે માટે 'કામધેનુ દિપાવલી અભિયાન' ના મંગલાચરણ કરવામાં આવ્યા છે. દિવ્યાંગ બાળકોની સંસ્થા પ્રયાસ પેરેન્ટ એસોસીએશન ફોર ચિલ્ડ્રન વીથ સ્પેશ્યલ નીડના દિવ્યાંગ બાળકો દ્વારા એક ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો ગોમય દિવડાઓનું ડેમોસ્ટ્રેશન રજૂ કર્યુ હતું. આ અભિયાન અંગે સંસ્થાના  પુજાબેન પટેલ, ભાસ્કરભાઇ પારેખ બાળકોને આ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય કામધેપુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર વિશેષ ઉપસ્થિતી રહ્યા હતાં. આ પ્રસંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના 'કામધેનુ દિપાવલી' અભિયાનના મિતલ ખેતાણી, અમર તલવરકર, વિનય સભાયા પણ જોડાયા હતા પુજાબેન પટેલ સતત આ દિવ્યાંગ બાળકો સાથે રહી તેને પ્રોત્સાહીત કરી માર્ગદર્શન આપી આ કામગીરી પૂર્ણ બનાવેલ.

(3:44 pm IST)