રાજકોટ
News of Monday, 9th November 2020

''મા કા પ્રસાદ''નું અરહમ ગ્રૃપ દ્વારા શ્રમિકો, વોચમેન, ઝૂંપડપટ્ટી, વૃધ્ધાશ્રમ વગેરેમાં વિતરણ

  ગોંડલ સંઘાણી સંપ્રદાયના સંદ્ય નાયક શાસન દીપક પૂજય ગુરુદેવ શ્રી નરેન્દ્રમુનિજી  મહારાજ સાહેબ તથા માં સ્વામી જય-વિજયાજી મહાસતીજીની સ્મૃતિમાં, રાષ્ટ્રસંત પરમ  ગુરુદેવ શ્રી નમ્રમુનિજી મહારાજ સાહેબની પ્રેરણાથી ધર્મવત્સલા શ્રી બીનાબેન અજયભાઇ  ૨૧૫ (QUEST FOUNDATION વાળા)ના દિવાળી અને આગામી તહેવારો નિમિત્ત્।ે  સામાન્ય અને સાધર્મિક પરિવારોમાં દ્યર દીઠ મીઠાઇ વિતરણ કરવાના ભાવોને ધ્યાનમાં  રાખીને શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંદ્યના સહયોગે શ્રી હરેશભાઇ વોરા  અને તેમની ટીમ દ્વારા શુદ્ઘ ઘી થી ''મા કા પ્રસાદ'' મોહનથાળ બનાવવામાં આવેલ.   

આ ''મા કા પ્રસાદ''ને અર્હમ યુવા સેવા ગૃપના યુવાનો દ્વારા હોસ્પિટલ સ્ટાફ,  Construction site, માકેટીંગ યાર્ડના શ્રમિકો તથા લારી એશોસિએશન (દાણાપીઠ)ના  શ્રમિકો, રાજકોટના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારો, સોસાયટીઓમાં કામ કરતા  વોચમેન, વૃદ્ઘાશ્રમ, ઉપાશ્રય-દેરાસરમાં સેવા આપતા સેવકો, ગૌશાળા-પાંજરાપોળ  જેવી અનેક જગ્યાએ સેવા આપતા સેવકોને મીઠાઇ પ્રસાદ દ્વારા મોઢું મીઠું કરાવવાનો  પ્રયાસ કરવામાં આવેલ. રાજકોટમાં ૪૦૦૦, ભાવનગરમાં ૨૫૦૦, જૂનાગઢમાં ૩૦૦૦, જામનગરમાં ૧૦૦૦,  ગોંડલ ૧૦૦૦ તથા આસપાસના ગામો જેવા કે ધારી, બગસરા, કાલાવડ, અમરેલી,  પોરબંદર, સાવરકુંડલા, અમદાવાદ, વડોદરા સુધીના અનેક ગામોમાં કુલ ૧૫૦૦૦થી  વધારે મીઠાઇ પ્રસાદ બોકસનું વિતરણ અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા કરવામાં આવેલ.  જયારે યુવાનો મીઠાઇ અર્પણ કરવા માટે ગયા ત્યારે ઘણા લોકોનું કહેવું હતું કે તેઓએ  લોકડાઉન બાદ દ્યણા સમયથી મીઠાઇ ખાધી જ નથી. શ્રી બીનાબેન અને અજયભાઇ એ  શ્રેષ્ઠ ભાવના કરી તેમનો ઉપકાર છે કે આજ અમારે ત્યાં પહેલી વાર મીઠાઇ આવી.  લોકડાઉન બાદ પહેલી વખત મીઠાઇ મળેલ હોઇ તેવા લોકોના ચહેરા પર પ્રસન્નતાના  દર્શન અર્હમ યુવા સેવા ગ્રુપના યુવાનોને થયા હતા. આ કાર્યમાં ૧૨૫થી વધુ યુવાનો સેવામાં જોડાયા હતા

(3:44 pm IST)