રાજકોટ
News of Monday, 9th November 2020

મનપાના આરોગ્ય શાખાની વિવિધ ૪૩ જગ્યા માટે પરીક્ષા યોજાઇ : ૧૮૩૬ ઉમેદવારો ગેરહાજર

કુલ ૩૮૮૮ ઉમેદવાર પૈકી ર૦પર હાજર રહ્યા

રાજકોટ તા. ૯ :.. મહાનગરપાલીકાની આરોગ્ય શાખાની જુદા જુદા ૪ સંવર્ગો (૧) સુપીરીયર ફિલ્ડ વર્કર (ર) સ્ટાફ નર્સ (૩) લેબ. ટેકનીશીયન અને (૪) ફાર્માસિસ્ટની લેખિત પરીક્ષા ગઇ કાલે તા. ૮ ના રોજ અલગ - અલગ સમય મુજબ રાજકોટ શહેરના પાંચ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી. આ ચારેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો ૩૮૮૮ નોંધાયેલ હતો, જે પૈકી ર૦પર ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૧૮૩૬ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલની નોવેલ કોરોના કોવીડ-૧૯ ની  વાયરસની પરીસ્થિતિ ધ્યાને લઇ, સરકારશ્રીની કોવીડ-૧૯ ની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ખાસ કરીને, દરેક પરીક્ષા કેન્દ્રમાં બ્લોક દીઠ ફકત ૧૬ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ, પરીક્ષાના આગળના દિવસે પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક રૂમ, પેસેજ, દાદરા, ઓફિસ વિ. ને સંપૂર્ણ સેનીટાઇઝ કરવામાં આવી, પરીક્ષામાં આવનાર તમામ ઉમેદવારો તથા સ્ટાફનું પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર મેડીકલ સ્ક્રીનીંગ વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં માસ્ક વિતરણ, સેનીટાઇઝેશન તથા થર્મલ ગન દ્વારા તાપમાનની માપણી કરવામાં આવેલ. વિશેષમાં પરીક્ષા કેન્દ્ર પર સોશીયલ ડીસ્ટન્સ જળવાઇ રહે તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવેલ.

આમ, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જુદા જુદા ૦૪ સંવર્ગો (૧)  સુપીરીયર ફિલ્ડ વર્કર (ર) સ્ટાફ નર્સ (૩) લેબ. ટેકનીશીયન અને (૪) ફાર્માસીસ્ટની લેખીત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે.

(3:40 pm IST)